‘હું છું મહાદેવ બેટિંગ એપનો માલિક અને બધેલને આપ્યા રૂ.508 કરોડ’ VIDEO શેર કરી બોલ્યો શુભમ સોની

શુભમ સોનીએ પાનકાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ બતાવી દાવો કર્યો કે, CM ભુપેશ બધેલ સામે સાધ્યું નિશાન

મહાદેવ એપના માલિકને ઈન્ડિાય આવવાની ઈચ્છા, PM મોદી પાસે માંગી મદદ, કહ્યું હું CMની સલાહ પર દુબઈ ગયો

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
‘હું છું મહાદેવ બેટિંગ એપનો માલિક અને બધેલને આપ્યા રૂ.508 કરોડ’ VIDEO શેર કરી બોલ્યો શુભમ સોની 1 - image

નવી દિલ્હી, તા.05 નવેમ્બર-2023, રવિવાર

છેલ્લા ઘણા મહિનાઓથી સટ્ટાબાજી એપ મહાદેવ બેટિંગ એપ (Mahadev Betting App) કૌભાંડ મામલે ઘણી ચર્ચાસ્પદ બની ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ મામલે ઘણા લોકોની પુછપરછ કરી ચુક્યું છે, તો ઈડીએ છત્તીસગઢ (Chhattisgarh)માં પણ ઘણા ઠેકાણાએ દરોડા પાડ્યા હતા. આ એપના કૌભાંડમાં અગાઉ બોલિવૂડ એક્ટરના પણ નામ સામે આવ્યા હતા. તો તાજેતરમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ (CM Bhupesh Bbaghel)નું પણ નામ સામે આવ્યું હતું, ત્યારે મહાદેવ એપનો માલિક હોવાનો દાવો કરનાર વ્યક્તિ પણ સામે આવ્યો છે. યુવકે વીડિયો જારી કરી કહ્યું કે, તે મહાદેવ બેટિંગ એપનો માલિક છે. તેણે મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પર પણ આરોપો લગાવ્યા છે.

શુભમને વર્માની મહિને રૂ.10 લાખ આપવાનું શરૂ કર્યા !

મહાદેવ એપનો માલિક હોવાનું કહેનાર શુભમ સોની નામના વ્યક્તિએ પોતાનું પાનકાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ બતાવી દાવો કર્યો કે, વર્ષ તેણે 2021માં મહાદેવ બેટિંગ એપની શરૂઆત કરી હતી. તેણે કહ્યું કે, ભિલાઈથી નાનું બુકિંગ શરૂ કર્યું અને બુકિંગની નાણાં આવવા લાગ્યા, તેની લાઈફસ્ટાઈલ પણ બદલાઈ ગઈ... જોકે બેટિંગ એપનો પર્દાફાશ થયા બાદ તેના માણસો પણ પકડાવા લાગ્યા, ત્યારબાદ વર્માજીના સંપર્કમાં આવ્યો. તેણે તેમને પ્રોટેક્શન વગર મહિને 10 લાખ રૂપિયા આપવાના શરૂ કર્યા.

મને CM બધેલે કહ્યું, કામ વધારો અને દુબઈ જાવ

શુભમ સોનીએ કહ્યું કે, બેટિંગ એપમાં મારા માણસો પડાયા તો તેણે વર્માજી પાસે મદદ માંગી. તેમણે મારી બેઠક સીએમ બધેલ સાથે કરાવી, જેમાં બિટ્ટુજી અને સીએમ બધેલે કહ્યું કે, તમારુ કામ વધારો અને દુબઈ જાવ. મુખ્યમંત્રીની સલાહ પર તે દુબઈ આવી ગયો. તેનું કામ દુબઈમાં સારુ ચાલતું હતું, જોકે ત્યાં પણ સમસ્યા શરૂ થઈ ગઈ. બેટિંગ એપમાં કામ કરનારા લોકો ફરી પકડાઈ ગયા. ત્યારબાદ તે રાયપુર આવ્યો, જ્યાં વર્માજી અને ગિરીશ તિવારીએ એસપી પ્રશાંત અગ્રવાલ સાથે મુલાકાત કરી.

‘તને કામ સંભાળવા મોકલ્યો હતો, માલિક બની ગયો’

સોનીએ કહ્યું કે, પ્રશાંત અગ્રવાલે મુખ્યમંત્રી સાથે સ્પીકર પર વાત કરાવડાવી, જેમાં તેમણે કહ્યું કે, તમને ત્યાં કામ સંભાળવા મોકલ્યો હતો, તું ત્યાં જઈને માલિક બની ગયો. જ્યારે સોનીએ મુખ્યમંત્રીને વિનંતી કરી તો તેમણે કહ્યું કે, પ્રશાંત સાથે વાત કરો, તારે શું કરવાનું છે, તે તને સમજાવી દેશે.

શુભમ સોનીએ બધેલ સરકારને વિનંતી કરી

ત્યારબાદ એસીપી પ્રશાંતે કહ્યું કે, જેને આપવાનું કહ્યું હતું, મેં તેને આપી દીધું... બિટ્ટુ ભૈયા દ્વારા 508 કરોડ રૂપિયા અપાયા છતાં મને સમસ્યા નડી રહી છે. આ મામલે શુભમ સોનીએ કહ્યું કે, તેના લખેલા નિવેદનમાં સ્પષ્ટ છે કે, કેટલાક નાણાં કોને-કોને, ક્યારે, કંઈ રીતે અપાયા છે ? સોનીએ મોદી સરકારને વિનંતી કરી કે, તે પોલિટિક્સ સિસ્ટમમાં ફસાઈ ગયો છે, તે ઈન્ડિયા આવવા માંગે છે... મારી મદદ કરો.


Google NewsGoogle News