મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની અટકાયત, મુંબઈ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી
Sahil Khan Arrested: અભિનેતા સાહિલ ખાન (Sahil Khan)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહાદેવ બેટિંગ એપ કેસ (Mahadev Betting App case)માં મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai Crime Branch)ની એસઆઈટી દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે.
અગાઉ અભિનેતાની પૂછપરછ કરી હતી
'ખાન ધ લાયન બુક એપ' નામની સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલો હતો, જે મહાદેવ બેટિંગ એપ નેટવર્કનો જ એક ભાગ છે. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની એસઆઈટીએ અગાઉ તેની પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે અભિનેતાએ જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
અભિનેતાની છત્તીસગઢમાંથી અટકાયત કરી
નોંધનીય છે કે મહાદેવ બેટિંગ એપ કેસમાં અનેક કલાકારોના નામ સામે આવ્યા છે. હવે આ યાદીમાં સાહિલ ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. અભિનેતાની છત્તીસગઢમાંથી અટકાયત કરવામાં આવી છે. જ્યાંથી તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાહિલ ખાન લોટસ બુક 24/7 નામની બેટિંગ એપ્લિકેશન વેબસાઇટમાં પણ ભાગીદાર છે, જે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન નેટવર્કનો જ એક ભાગ છે.