મહાદેવ એપ કેસ: EDએ વધુ 388 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત, કુલ આંકડો 2200 કરોડને પાર
Mahadev App Betting Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી મામલે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ હેઠળ અંદાજિત 388 કરોડ રૂપિયાની વધુ સંપત્તિ કુર્ક કરી છે. એજન્સીએ આ અંગે શનિવારે માહિતી આપી. આ મામલે છત્તીસગઢના કેટલાક દિગ્ગજ રાજનેતાઓ અને અધિકારીઓના કથિત રીતે સામેલ હોવાનો આરોપ છે.
EDએ કહ્યું કે, આ સંપત્તિઓને કુર્ક કરવા માટે 5 ડિસેમ્બરે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ એક કામચલાઉ હુકમ જાહેર કરાયો હતો, જેનું કુલ મૂલ્યા 387.99 કરોડ રૂપિયા છે. આ મામલે એજન્સી ટિબરેવાલને પૂછપરછ કરી રહી છે.
EDએ આ તપાસ દરમિયાન કેટલાક એવા આદેશ જાહેર કરાયા છે અને નવા આદેશની સાથે અત્યાર સુધી 2,295.61 કરોડ રૂપિયાની સંપત્તિ અથવા તો ફ્રીઝ, કુર્ક અથવા જપ્ત કરી લેવાઈ છે.
આ મામલે 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને EDએ ચાર ચાર્જશીટ દાખલ કરાઈ છે. એજન્સીએ પહેલા પણ આરોપ લગાવ્યા છે કે મહાદેવ ઓનલાઈન બેટિંગ (MOB) ગેમિંગ અને બેટિંગ એપની તપાસમાં છત્તીસગઢના કેટલાક મોટા નેતાઓ અને અધિકારીઓની સંડોવણી સામે આવી છે. એપના બે મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ આ રાજ્યથી છે.
આ પણ વાંચો: 'દેશમાં 1947 કરતાં પણ બદતર સ્થિતિ, PM મોદી દખલ કરે...', શાહી ઈમામ બુખારીની અપીલ
EDના અનુસાર, MOB એક મોટું સિન્ડિકેટ છે, જે ગેરકાયદે સટ્ટાબાજ વેબસાઈટ્સના નવા યૂઝર્સના રજિસ્ટ્રેશન, આઈડી અને અનામી બેંક એકાઉન્ટ્સના સ્તરવાળી વેબ દ્વારા મની લોન્ડરિંગને સક્ષમ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પ્રદાન કરે છે.