VIDEO: મહાદેવ બેટિંગ એપ કેસ, બઘેલના ઘર સહિત 20 સ્થળે CBIના દરોડા, પોલીસ-સમર્થકો વચ્ચે ઝપાઝપી
CBI Raid in Chhattisgarh : મહાદેવ બેટિંગ એક કેસ મામલે CBIએ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલના નિવાસસ્થાન સહિત 20 સ્થળે દરોડા પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજીતરફ બધેલના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચા કરી રહીય છે, તો પોલીસે સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભિલાઈમાં પણ હોબાળો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યાં એક મહિલા ધારાસભ્યએ CBIનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં કાર્યકર્તાઓએ બધેલના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હોવાની પણ માહિતી સામે આવી છે.
કાર્યકર્તાઓ બધેલ સામેની કાર્યવાહીનો વિરોધ કર્યો
કોંગ્રેસ કાર્યકર્તાઓ CBIની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. બીજતરફ કાર્યકર્તાઓ આક્રમક બનતા બધેલના ઘર બહાર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. બધેલના ઘર બહાર અનેક કાર્યકર્તાઓ એકઠા થઈ સૂત્રોચ્ચાર કરતા પોલીસે પણ સામે કાર્યવાહી કરી તમામને તગેડી મૂક્યા છે.
દરોડાની અસર, કોંગ્રેસએ તાત્કાલીક બેઠક યોજવી પડી
કોંગ્રેસ સમર્થકો સીબીઆઈના દરોડાના વિરોધમાં વધુ આક્રમક બનતા હોય તેમ સમગ્ર રાજ્યમાં અસર જોવા મળી રહી છે. મળતા અહેવાલો મુજબ કોંગ્રેસના નેતા રાયપુર સ્થિત નિવાસસ્થાને ધરણાં પર બેસી ગયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક સ્થળે કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરોધ દર્શાવી રહ્યા છે.
Durg, Chhattisgarh: The CBI conducted a raid at the residence of former Chhattisgarh CM Bhupesh Baghel. During the raid, Bhupesh Baghel stepped out, interacted with his son-in-law and supporters, and acknowledged their support by waving pic.twitter.com/nXdLuOnx6H
— IANS (@ians_india) March 26, 2025
CBIએ કયા સ્થળે દરી કાર્યવાહી
સીબીઆઈની ટીમે પૂર્વ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ભિલાઈ-3 પદુમ નગરમાં, ધારાસભ્ય દેવેન્દ્ર યાદવનું નિવાસ્થાન સેક્ટર-5માં, IPS અભિષેક પલ્લવના નિવાસસ્થાન સેક્ટર-9 અને તે વખતે મહાદેવ સટ્ટા એપ ચલાવનાર સિપાહી નકુલ અને સહદેવના નિવાસસ્થાન નેહરુનગર પર દરોડો પાડી દસ્તાવેજોની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત