મહાદેવ એપ કેસના આરોપી સૌરભે દાઉદ ઈબ્રાહીમના ભાઈ જોડે મિલાવ્યાં હાથ! ઈડીનો મોટો ખુલાસો

બંને સાથે મળીને ચલાવી રહ્યા છે વધુ એક બેટિંગ એપ, જેનું નામ છે ખેલોયાર

સટ્ટાબાજીની આ એપ ભારત અને પાકિસ્તાન બંનેમાં ચાલે છે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
મહાદેવ એપ કેસના આરોપી સૌરભે દાઉદ ઈબ્રાહીમના ભાઈ જોડે મિલાવ્યાં હાથ! ઈડીનો મોટો ખુલાસો 1 - image

મહાદેવ બેટિંગ એપ કેસ (Mahadev Betting App) માં મોટો ખુલાસો થયો છે. ઈડીની તપાસમાં જાણ થઈ છે કે મહાદેવ એપ પ્લેટફોર્મનો સરગના સૌરભ ચંદ્રાકર (Saurabh Chandrakar) એ હવે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુશ્તકીમ સાથે હાથ મિલાવી લીધા છે. સૌરભ અને મુશ્તકીમે સાથે મળીને એક ગેમ એપ લોન્ચ કરી છે. આ એપ છે ખેલોયાર. જે ભારત અને પાકિસ્તાનમાં ચાલી રહી છે. 

ખેલોયાર નામ છે એપનું 

ખેલોયાર પણ એક બેટિંગ એપ છે જેના માધ્યમથી સૌરભ ચંદ્રાકર અને દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) નો ભાઈ મુશ્તકીમ કરોડોની કમાણી કરી રહ્યા છે. મુશ્તકીમે સૌરભને સિક્યોરિટી પણ આપી છે. દુબઈથી બંને મળીને બેટિંગ એપ ચલાવી રહ્યા છે જેનાથી દરરોજ કરોડોમાં નફો રળી રહ્યા છે. છત્તીસગઢનો વતની સૌરભ ચંદ્રાકર દુબઈ પહોંચી ગયો હતો અને ત્યાંથી તેણે આ એપ શેર કરી હતી. આ એપનું નામ મહાદેવ ગેમિંગ-બેટિંગ એપ હતું. આ મામલે ઈડી(ED) હજુ પણ કાર્યવાહી કરી રહી છે. અનેક જગ્યાએ દરોડા ચાલી રહ્યા છે. 

ચંદ્રાકરની સંપૂર્ણ ક્રાઈમ કુંડળી

મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રકરે ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાતમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને ગાયકોએ પરફોર્મ કર્યું હતું. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે હવાલા દ્વારા લગ્નમાં પરફોર્મ કરનાર ફિલ્મ કલાકારોને 200 કરોડથી વધુ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરિવારના સભ્યોને નાગપુરથી યુએઈ લઈ જવા માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યું હતું. ઈડીએ આ મામલે મુંબઈ, ભોપાલ અને કોલકાતામાં દરોડાની કાર્યવાહી કરી હતી. 

મહાદેવ એપ કેસના આરોપી સૌરભે દાઉદ ઈબ્રાહીમના ભાઈ જોડે મિલાવ્યાં હાથ! ઈડીનો મોટો ખુલાસો 2 - image


Google NewsGoogle News