Get The App

છોટુ બાબા 32 વર્ષથી નાહ્યા જ નથી! મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, કેમ્પમાં ભક્તોની ભીડ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
chhotu baba


MahaKumbh Melo 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળા 2025માં દેશ-વિદેશથી સાધુ-સંતો પધારી રહ્યાં છે. આ વચ્ચે આસામના કામાખ્યા પીઠથી આવેલા ગંગાપુરી મહારાજ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

57 વર્ષીય ગંગાપુરી મહારાજને છોટુ બાબાના નામે પણ ઓળખવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતાં જ ઘણા લોકો નાહવાનું બંધ કરી દેતા હોય છે ત્યારે, 3 ફૂટ 8 ઈંચના છોટે બાબાએ દાવો કર્યો છે કે, તેઓ 32 વર્ષથી નાહ્યા જ નથી. તેઓ કામાખ્યા પીઠના જૂના અખાડાના નાગા સંત છે. તેઓ તન કરતાં મનની શુદ્ધતામાં માને છે. મહાકુંભ મેળામાં તેઓ એકાંત વાસમાં સાધના કરી રહ્યા છે. અહીં તેઓ સ્નાન કરવાના નથી. 

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશમાં સેપ્ટિક ટેન્કમાં મળ્યાં 4 યુવકના મૃતદેહ, ઘરેથી ન્યૂ યરની પાર્ટી કરવા નીકળ્યા હતા

સંગમના કિનારે છોટુ બાબાના કેમ્પમાં અત્યારથી ભારે ભીડ જોવા મળી રહી છે. છોટુ બાબાએ પોતાના અસામાન્ય નિર્ણય પાછળ કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, તેમની એક ઈચ્છા પૂરી થઈ નથી એટલે તેમણે સ્નાન ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે મારો સંકલ્પ પૂર્ણ થશે ત્યારે હું ઉજ્જૈનથી વહેતી ક્ષીપ્રા નદીમાં સ્નાન કરશે.

દર 12 વર્ષે આયોજિત મહાકુંભ મેળો દેશનો પ્રમુખ ધાર્મિક કાર્યક્રમ છે. તે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં, 14 જાન્યુઆરી, 29 જાન્યુઆરી અને 3 ફેબ્રુઆરીના રોજ મહા સ્નાનની તારીખો નક્કી કરવામાં આવી છે. 

છોટુ બાબા 32 વર્ષથી નાહ્યા જ નથી! મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, કેમ્પમાં ભક્તોની ભીડ 2 - image


Google NewsGoogle News