જાપાન, અફઘાન બાદ ભારતના આ રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે ભૂકંપ, લોકોએ રાત ઘરની બહાર વીતાવી

ગુરુવારે સવારે 3.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
જાપાન, અફઘાન બાદ ભારતના આ રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે ભૂકંપ, લોકોએ રાત ઘરની બહાર વીતાવી 1 - image


Earthquack news | જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વહેલી સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ કહ્યું કે ગુરુવારે સવારે 3.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું? 

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે ભૂકંપનો આંચકો મોડી રાતે 12.38 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્ર કિશ્તવાડ નજીક હતું. જે 5 કિ.મી. ઊંડે હોવાના અહેવાલ મળી રહ્યા છે. ભૂકંપના આંચકાને લીધે લોકો દહેશતમાં આવી ગયા હતા અને હાડ થીજવતી કાતિલ ઠંડીમાં પણ લોકો ઘરની બહાર જ રાત વીતાવવા મજબૂર થયા હતા. 

જાપાન, અફઘાન બાદ ભારતના આ રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે ભૂકંપ, લોકોએ રાત ઘરની બહાર વીતાવી 2 - image


Google NewsGoogle News