Get The App

દારૂ પીને મરનારા લોકો સ્વતંત્રતા સેનાની નથી..' સરકારની વળતરની જાહેરાત વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
madras-high-court


Tamilnadu illicit Liquor: કલ્લાકુરિચી દારૂ દુર્ઘટનાના તમામ પીડિતોને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાના તમિલનાડુ સરકારના આદેશને રદ કરવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. મોહમ્મદ ગૌસ દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવી હતી. કાર્યકારી ચીફ જસ્ટિસ આર મહાદેવન (Chief Justice R Mahadevan) અને જસ્ટિસ મોહમ્મદ શફીકની (Justice Mohammed Shaffiq) ડિવિઝન બેન્ચે મૌખિક રીતે કહ્યું કે વળતરની રકમ વધુ પડતી છે. આ કેસની આગામી સુનાવણી માટે બે અઠવાડિયા પછી તારીખ આપવાનું કહેવામાં આવ્યું છે.

દારૂ પીને મરનારા લોકો સ્વતંત્રતા સેનાની નથી

મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે, "ઝેરી દારૂનો ભોગ બનેલા લોકો સ્વાતંત્ર્ય સેનાની કે સામાજિક કાર્યકરો નહોતા. તેઓએ સામાન્ય જનતા કે સમાજ માટે પોતાનો જીવ ગુમાવ્યો ન હતો. તેઓએ ઝેરી દારૂ પીને ગેરકાયદેસર કૃત્યો કર્યા અને પોતાનો જીવ ગુમાવ્યો."

ગૌસના મતે, 'નકલી દારૂ પીવો એ ગેરકાયદેસર કૃત્ય છે. રાજ્યએ એવા લોકો પ્રત્યે દયા ન બતાવવી જોઈએ જેમણે નકલી દારૂ પીને ગેરકાયદેસર કૃત્યો કર્યા અને જીવ ગુમાવ્યા. તેમણે કહ્યું કે વળતર માત્ર અકસ્માતનો ભોગ બનેલા લોકોને જ મળવું જોઈએ અને પોતાના આનંદ માટે ગેરકાયદેસર કૃત્યો કરનારાઓને નહીં.'

નકલી દારૂ પીવે છે વળતર આપવાનો ઇનકાર કરવો જોઈએ

તેમણે કહ્યું કે 'નકલી અને ઝેરી દારૂની દુર્ઘટનાના તમામ પીડિતોને વળતર આપવાનો આદેશ અયોગ્ય અને મનસ્વી છે. જે લોકો નકલી દારૂ પીવે છે તેમને વળતર આપવાનો ઇનકાર કરવો જોઈએ અને પીડિત તરીકે વર્તવું જોઈએ નહીં. અરજદારે કહ્યું કે રાજ્ય સરકાર કયા આધારે આગ કે અન્ય કોઈ અકસ્માતના ભોગ બનેલા લોકોને ઓછું વળતર આપી રહી છે તે સ્પષ્ટ અને ન્યાયી નથી અને તે જ સમયે ઝેરી દારૂના કારણે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને મોટી રકમનો ખર્ચ થઈ રહ્યો છે.'

200 લિટર ગેરકાયદેસર દારૂ પકડાયો હતો

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 25 લોકોનાં મોત અને 60 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી અનેકની હાલત ગંભીર હતી. આ ઘટના બાબતે કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે ઘટનાની પુષ્ટિ કરી હતી. આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદે દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂ પકડાયો હતો. પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ 'મિથેન' ઉમેરાયું હતું. 

દારૂ પીને મરનારા લોકો સ્વતંત્રતા સેનાની નથી..' સરકારની વળતરની જાહેરાત વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી 2 - image


Google NewsGoogle News