Get The App

કુદરતનો કહેર... ઘરના આંગણામાં યુવકની બે પત્ની પર વીજળી પડતાં બંનેના મોત

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
કુદરતનો કહેર... ઘરના આંગણામાં યુવકની બે પત્ની પર વીજળી પડતાં બંનેના મોત 1 - image


Lightning strikes: મધ્ય પ્રદેશના ખરગોનમાં કુદરતનો અજીબ કહેર જોવા મળ્યો છે. એક વ્યક્તિની બે પત્ની પર વીજળી પડી અને બંનેના મોત થઈ ગયા. આ બંને મહિલાઓ ઘરના આંગણામાં ઊભી હતી. એક જ ઘરની બે મહિલાઓની મોતથી ગામમાં શોકનો માહોલ છે. 

મધ્ય પ્રદેશના જિલ્લા મુખ્યાલયથી આશરે 70 કિલોમીટર દૂર ઝિરન્યા વિસ્તારની આ ઘટના છે. મહારાષ્ટ્ર સીમા સાથે જોડાયેલી ગ્રામ પંચાયત રૂંદામાં ઝરમર વરસાદ દરમિયાન 40 વર્ષીય રેશલાની 35 વર્ષની પત્ની ઝીકા બાઈ અને 36 વર્ષની સુખમા બાઈ ઘરના આંગણે ઊભી હતી. અચાનક આકાશમાંથી વીજળી પડી અને રેશલાની બંને પત્નીઓની આ ઘટનામાં ઘરના આંગણે જ મોત થઈ ગયું.

આ પણ વાંચોઃ અનેક ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે પકડાયો! પોલીસ પણ ચોંકી ગઈ

સુખમા બાઈના બે છોકરા અને બે છોકરીઓ છે, તેમજ ઝીકા બાઈના કોઈ સંતાન નથી. અચાનક ઘરની બહાર બે મહિલાઓની મોત થવાથી ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે હેલાપડાવા પોલીસ ચોકી ઈન્ચાર્જ સંતોષ ચૌધરીએ કહ્યું કે, રેશલાની બંને પત્નીઓ વરસાદ દરમિયાન ઘરના આંગણામાં ઉભી હતી. 

આ પણ વાંચોઃ 'અમુક ટીચર તો એવા કપડાં પહેરે છે...' રાજસ્થાનના શિક્ષણમંત્રીની ફરી જીભ લપસતાં વિવાદ

આ દરમિયાન, અચાનક આકાશમાંથી વીજળી પડવાથી ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પોલીસે મોતની નોંધ લઈ પોસ્ટમોર્ટમ બાદ બંને મહિલાઓના મૃતદેહ પરિવારને સોંપી દીધાં છે. 


Google NewsGoogle News