Get The App

મધ્યપ્રદેશ આવ્યું ભાજપની વ્હારે, ૧૦૦ ટકા બેઠકોની ભેટ આપી

મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકોમાંથી 29 બેઠકો ભાજપને મળી છે

કોંગ્રેસનો ગઢ ગણાતી છિંદવાડા બેઠક પણ આંચકી લીધી છે

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
મધ્યપ્રદેશ આવ્યું ભાજપની વ્હારે, ૧૦૦ ટકા બેઠકોની ભેટ આપી 1 - image


ભોપાલ, 4 જુન,2024, મંગળવાર 

લોકસભા ચુંટણીના પરિણામોમાં દેશનું દિલ ગણાતા મધ્યપ્રદેશ ફરી ભાજપની લાજ રાખી છે. મધ્યપ્રદેશમાં કુલ ૨૯ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાંથી તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જીત મળી છે. આમ મધ્યપ્રદેશ રાજય ભાજપ માટે સંજીવની સાબીત થયું હતું. ગત ૨૦૧૯ની લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે હારેલા ઉમેદવાર જયોતિરાદિત્ય સિંધિયા ભાજપના ઉમેદવાર તરીકે ગુના બેઠક પર પ્રતિસ્પર્ધીને ૫ લાખ કરતા વધુ મતોથી પરાજય આપ્યો હતો.  વિદિશા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ૮ લાખ કરતા વધુ મતોની સરસાઇથી જીત મેળવી છે.  

મધ્યપ્રદેશ આવ્યું ભાજપની વ્હારે, ૧૦૦ ટકા બેઠકોની ભેટ આપી 2 - image

કોંગ્રેસનો ગઢ ગણાતી છિંદવાડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બંટી વિવેક શાહુએ કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથને ૧૧૩૬૧૮ મતોથી પરાજય આપ્યો હતો. કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાતી છિંદવાડા પર દિગ્ગજ કમલનાથ ચુંટાતા હતા. મોદી વેવમાં પણ કમલનાથે કોંગ્રેસના ગઢને સલામત રાખ્યો હતો,

છિંદવાડા બેઠક પર કમલનાથના પુત્ર નકુલનાથ ઉમેદવાર હતા પરંતુ કમલનાથ પુત્ર નકુલનાથને વિજય અપાવી શકયા નહી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહએ પોતાની પરંપરાગત રાજગઢ બેઠક પર પાછળ રહીને વધુ એક વાર હારવાનો રેકોર્ડ કર્યો છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારે રોડમલ નાગરે ૧૪૦૩૨૩ મત વધારે મેળવ્યા હતા. ગત લોકસભા ચુંટણીમાં દિગ્વિજયસિંહને ભોપાલ બેઠક પર હાર મળી હતી. 

ઇન્દોર બેઠકના શંકર લાલવાણી રેકોર્ડતોડ ૧૧૭૫૦૯૨ મતથી જીત્યા 

ઇન્દોર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના  અક્ષય કાંતિ બમે ઉમેદવારી પત્ર પાછુ ખેંચતા બીજેપીના શંકર લાલવાણી ઉમેદવાર તરીકે રહયા હતા. મુખ્ય પ્રતિસ્પર્ધી વિનાની બેઠક પર શંકર લાલવાણીને મતગણતરીમાં ૧૨૨૬૭૫૧ મત મળ્યા હતા જે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી કરતા ૧૧૭૫૦૯૨ વધારે હતા. આ સાથે જ લાલવાણીએ સૌથી વધુ મતોથી વિજય મળવીને રેકોર્ડ સર્જયો છે. આ ઉપરાંત નોટામાં ૧ લાખ કરતા પણ વધુ મતો પડયા હતા જે પણ રેકોર્ડ છે.


Google NewsGoogle News