VIDEO : ફિલ્મી સ્ટાઈલમાં દર્દીને બાઈક પર બેસાડીને ઈમરજન્સી વોર્ડમાં ઘુસ્યો હોસ્પિટલનો જ કર્મચારી
Patient on Bike : મધ્યપ્રદેશના સતના જિલ્લા હોસ્પિટલમાં ફિલ્મોમાં જોવા મળે એવી ઘટના જોવા મળી હતી. જ્યાં હોસ્પિટલનો જ એક કર્મચારી દર્દીને બાઈક પર બેસાડીને સીધા ઈમરજન્સી વોર્ડમાં ઘુસ્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, હોસ્પિટલમાં મચેલા હોબાળા વચ્ચે એક વ્યક્તિ દર્દીને બાઈક પર બેસાડીને ઘુસ્યો હતો.
જણાવાય રહ્યું છે કે, એવું કરનારો યુવક હોસ્પિટલનો આઉટ સોર્સ કર્મી છે. તેઓ હોસ્પિટલમાં આવતા દર્દીઓના કેસ લખવાનું કામ કરે છે. તેમની ઓળખ ટિકુરિયા ટોલા નિવાસી દીપક ગુપ્તા તરીકે થઈ છે. તેઓ પોતાના દાદા મોતી લાલ ગુપ્તાની તબીયત ખરાબ થવા પર તેમને સીધા બાઈક પર બેસાડીને ઈમરજન્સી વોર્ડમાં ઘુસી ગયો હતો.
આમ તો જિલ્લા હોસ્પિટલમાં સ્ટ્રેચર અને અન્ય સુવિધાઓ છે પરંતુ દર્દીઓના કેસ બનાવનાર કર્મચારીની આ કરતૂત હાલ ચર્ચામાં છે. આ ઘટનાને લઈને સતના જિલ્લા હોસ્પિટલ આરએમઓ શરદ દુબેએ કહ્યું કે, મામલાની તપાસ કરાઈ રહી છે. નજરે જોનારાઓ સાથે પણ વાત કરાશે. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરાશે.
ગત દિવસોમાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં ગડગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના 38 વિદ્યાર્થીઓને સરકારી હોસ્પિટલમાં રીલ્સ બનાવવી ભારે પડી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓની ટ્રેનિંગને 10 દિવસ વધારી દેવાઈ હતી.