VIDEO : 3 રાજ્યોમાં CMના નામ પર સસ્પેન્સ યથાવત્, તારીખ જાહેર ! ભાજપના નેતા વિજયવર્ગીયનું મોટું નિવેદન

મહંત બાલકનાથ અને વસુંધરા રાજેની દિલ્હી મુલાકાત વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે CM પદને લઈ કરી મોટી વાત

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, ‘ત્રણે રાજ્યોમાં CM પદના ચહેરાને લઈ રવિવાર તારીખ 10 સુધીમાં બધુ સ્પષ્ટ થઈ જશે’

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
VIDEO : 3 રાજ્યોમાં CMના નામ પર સસ્પેન્સ યથાવત્, તારીખ જાહેર ! ભાજપના નેતા વિજયવર્ગીયનું મોટું નિવેદન 1 - image

નવી દિલ્હી, તા.07 નવેમ્બર-2023, ગુરુવાર

Election Results 2023 : તાજેતરમાં જ 5 રાજ્યોનાં ચૂંટણીના પરિણામો આવ્યા છે, જેમાં BJPએ મધ્યપ્રદેશ (Madhya Pradesh), રાજસ્થાન (Rajasthan), છત્તીસગઢ (Chhattisgarh)માં પ્રચંડ જીત મેળવી છે. જોકે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી કરવી ભાજપ માટે પણ પડકારજનક બન્યું હોવાનું લાગી રહ્યું છે. ભાજપની જીત બાદ રોજબરોજ CM પદના દાવેદારો અંગે ઘણા નામોની ચર્ચાઓ થઈ રહી છે, તેમ છતાં મુખ્યમંત્રી પદ પર સસ્પેન્ડ યથાવત્ છે અને દિલ્હીમાં પણ સતત બેઠકો ચાલી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પદના દાવેદાર મનાતા મહંત બાલકનાથ (Mahant Balaknath)એ ગુરુવારે અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી, તો બીજીતરફ CM ચહેરામાં સૌથી આગળ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા (Vasundhara Raje Scindia)ને પણ હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા, જ્યાં તેમની બેઠક યોજાઈ હતી.

CM પદ પર ક્યારે સમાપ્ત થશે સસ્પેન્સ ?

CM પદના નામોની જાહેરાતની હિલચાલ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya)એ મોટું નિવેદન આપ્યું છે. વિજયવર્ગીયને પત્રકારોએ CM પદ પરના સસ્પેન્ડ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તો તેમણે કહ્યું કે, ટુંક સમયમાં સસ્પેન્સ પરથી પડદો ઉઠી જશે. તેમણે કહ્યું કે, રવિવાર 10 તારીખ સાખીમાં બધુ સ્પષ્ટ થઈ જશે.


Google NewsGoogle News