Get The App

મધ્ય પ્રદેશ: ગ્વાલિયરમાં 100થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, 6 ની હાલત ગંભીર

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
મધ્ય પ્રદેશ: ગ્વાલિયરમાં 100થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, 6 ની હાલત ગંભીર 1 - image

Image Source: Twitter

- તમામ વિદ્યાર્થીઓને જેએચએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

- LNIPમાં રાત્રે 100થી વધુ વિદ્યાર્થીઓને પનીર, ભાત અને રોટલી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું

ગ્વાલિયર, તા. 04 ઓક્ટોબર 2023, બુધવાર

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સ્થિત લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટીયૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (LNIP)ના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. તેનાથી 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી છે. આ તમામ વિદ્યાર્થીઓને જેએચએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ વિદ્યાર્થીઓમાંથી 6ની હાલત ગંભીર છે.

પનીર, ભાત અને રોટલી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલો મંગળવારે સાંજનો છે. ગ્વાલિયરમાં સ્થિત LNIPમાં રાત્રે 100થી વધુ વિદ્યાર્થીઓને પનીર, ભાત અને રોટલી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું. વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓની સ્થિતિ ગંભીર હોવાની માહિતી મળી રહી છે.

આ સમગ્ર મામલે મેનેજમેન્ટ અધિકારીઓએ શું કહ્યું?

મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ મંગળવારે સવારથી જ બેચેની અનુભવી રહ્યા હતા. કેટલાકને તાવ પણ આવી ગયો હતો. ત્યારબાદ તેમની સંસ્થામાં બનેલા હેલ્થ સેન્ટરમાં સારવાર કરાવવામાં આવી પરંતુ આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓની હાલત પણ ખરાબ થવા લાગી.

ત્યારબાદ આ તમામ વિદ્યાર્થીઓને બસ મારફતે ગ્વાલિયરની જેએચએચ હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરવામાં આવ્યા. જેએએચ હોસ્પિટલના ઈન્ચાર્જ ડો.અનિલ કુમારે જણાવ્યું કે વિદ્યાર્થીઓને ઝાડા-ઉલ્ટી થવાની ફરિયાદ હતી. હવે તમામ બાળકો સ્વસ્થ છે.

સતનામાં ફૂડ પોઈઝનિંગથી 3 લોકોના મોત 

આ અગાઉ સતનામાં પણ ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો હતો. ત્યાં એક જ પરિવારના 6 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બની ગયા હતા. જેમાં બે બાળકો અને દાદીનું મોત થઈ ગયું હતું. 


Google NewsGoogle News