MPના નવા મુખ્યમંત્રી દિગ્ગજોને પછાડીને મોદીના મનમાં કેમ વસી ગયા? જાણો એ પાંચ કારણ...
મોદી સરકારે મધ્ય પ્રદેશમાંથી નવી પેઢીને રાજકીય તક આપવાની શરૂઆત કરી
મોહન યાદવ પાસે સરકારમાં રહેવાનો અને તેને ચલાવવાનો સારો અનુભવ
ભોપાલ, તા.12 નવેમ્બર-2023, સોમવાર
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાના 9 દિવસ બાદ રાજ્યમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉજ્જૈનના મોહન યાદવને નવા મુખ્યમંત્રી બનાવાયા છે. આખરે મોહન યાદવ તમામ દિગ્ગજોને પછાડી મોદીના મનમાં કેમ વસી ગયા ? તો જાણીએ 5 કારણો...
1. MPના નેતૃત્વમાં જૂની પેઢીને અલવિદા
મોદી સરકારે મધ્ય પ્રદેશમાંથી નવી પેઢીને રાજકીય તક આપવાની શરૂઆત કરી છે. મોહન યાદવ 58 વર્ષના છે. આ રીતે ભાજપે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ દેશભરમાં સેકન્ડ લાઈન નેતૃત્વ કરવાની તૈયારી કરી રહ્યા છે.
2. યુવાનીના જોશ અને અનુભવનો કોમ્બો
મોહન યાદવ 3 ટર્મથી ધારાસભ્ય છે. તેઓ શિવરાજ કેબિનેટમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીનો પણ કાર્યભાર સંભાળી ચુક્યા છે. મોહન યાદવ પાસે સરકારમાં રહેવાનો અને તેને ચલાવવાનો સારો અનુભવ ધરાવે છે. રાજકારણમાં એવું મનાય છે કે, સીએમ, પીએમ જેવા પદોના નામ જાહેર કરતા પહેલા તે વ્યક્તિને સ્વિકારવામાં મુશ્કેલી સર્જાય છે, જોકે મોહન યાદવ પાસે શ્રેષ્ઠ અનુભવ છે, તેથી તેમને સરકાર ચલાવવામાં ભાગ્યે જ મુશ્કેલી આવશે.
3. એબીવીપી અને આરએસએસનું બેકગ્રાઉન્ડ
મોહન યાદવ 1982માં માધવ વિજ્ઞાન કૉલેજમાં ભણતર દરમિયાન એબીવીપીના સભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ સતત એબીપીની જુદી જુદી પોસ્ટે પર રહ્યા, તેથી મોહન યાદવ ભાજપના ખાટું નેતા દેખાઈ રહ્યા છે.
4. યુ.પી.-બિહારને સંદેશ, 2024 પર નજર
મોહન યાદવ ઓબીસી સમાજમાંથી આવે છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં યાદવ રાજકારણની મોટી અસર છે. આ બાબતને ધ્યાને રાખી ભાજપ હાઈકમાન્ડે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવી રાજકીય ક્ષેત્રે લાંબી ઈનિંગ રમવાનો પ્રયાસ કર્યો છે. ભાજપને આશા છે કે, 2024ની લોકસભાની ચૂંટણીમાં મોહન યાદવનો ચહેરો ખુબ ઉપયોગી થશે, ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ મોટી અસર પડી શકે છે.
5. ઓબીસી મતબેંક પર નજ
મોહન યાદવને મુખ્યમંત્રી બનાવીને કેન્દ્રીય નેતૃત્વએ 2024 માટે યુ.પી.-બિહાર જેવા બે મોટા રાજ્યને સંદેશ આપ્યો છે. ઉત્તર ભારતના આ બંને રાજ્યમાં 120 બેઠક છે અને યાદવો ઓબીસીમાં એક મહત્ત્વની મતબેંક છે.
ઉલ્લેખનિય છે કે, ઉજ્જૈન દક્ષિણથી ભાજપના ધારાસભ્ય મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરાયો છે. વિધાનસભા ચૂંટણી-2023માં 58 વર્ષિક ડૉક્ટર મોહન યાદવે ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ભાજપની ટિકિટ પર 95699 મતો મેળવ્યા હતા. તેમણે કોંગ્રેસના ચેતન પ્રેમનારાયણ યાદવને 12941 મતોથી હરાવ્યા હતા.