Get The App

કૂનો નેશનલ પાર્કમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર : 3 ચિત્તાના ગળાના ઘામાં કીડા મળ્યા

3 ચિત્તાઓમાં ઈન્ફેક્શન થયું હોવાની આશંકા : અન્ય 2 ચિત્તામાં પણ જોવા મળ્યા ઈજાના નિશાન

કૂનો નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં 5 ચિત્તા અને 3 બચ્ચા સહિત 8 ચિત્તાઓના મોત

Updated: Jul 18th, 2023


Google NewsGoogle News
કૂનો નેશનલ પાર્કમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર : 3 ચિત્તાના ગળાના ઘામાં કીડા મળ્યા 1 - image

ભોપાલ, તા.18 જુલાઈ-2023, મંગળવાર

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાંથી ફરી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કૂનોમાં ત્રણ ચિત્તા ઓબાન, ફ્રેડી અને એલ્ટનના ગળા પર ઘામાં કીડાઓ જોવા મળ્યાના આહેવાલો છે. ચિત્તાઓને ગળાના ભાગે લગાવાયેલ કૉલર-આઈથી ઈજા થઈ હોવાની આશંકા છે. મળતા અહેવાલો મુજબ કૂનો નેશનલ પાર્કના ત્રણ ચિત્તાઓમાં ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ચિત્તા ઓબાનના ગળામાંથી કોલર ID કઢાયું ત્યારે ઊંડી ઈજાના નિશાનો જોવા મળ્યા છે. તો બીજીતરફ એલ્ટન અને ફ્રેડીને ટ્રેક્યુલાઈઝ કરાયા છે.

સાઉથ આફ્રિકાના નિષ્ણાતો કરશે તપાસ

કૂનો ડીએફઓ પ્રકાશ કુમાર વર્માએ કહ્યું કે, જંગલમાં ફરી રહેલા કુલ 10 ચિત્તાઓની તપાસ કરવામાં આવી રહી છે. ડૉક્ટરની ટીમ પણ સતત ચિત્તાઓની તપાસ કરી રહી છે. જ્યારે સાઉથ આફ્રિકાના નિષ્ણાત પણ આજે કૂનો નેશનલ પાર્ક પહોંચશે, ત્યારબાદ તમામ ચિત્તાઓનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવશે.

અન્ય 2 ચિત્તામાં પણ ઈજાના નિશાનો જોવા મળ્યા

મળતા અહેવાલો મુજબ અન્ય 2 ચિત્તા અગ્નિ અને વાયુમાંથી એકના પગમાં ફેક્ચર તો બીજાની છાતીમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે. ચિત્તાઓના સતત મોત બાદ ફરી તમામ ચિત્તાઓને વાડામાં પરત લવાયા છે. હાલ માત્ર ચિત્તો નિર્ભય સેસઈપુરા વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો છે. બાકીના તમામ ચિત્તાઓને વાડામાં બંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, કૂનો નેશનલ પાર્કમાં ગત એક મહિનામાં 2 ચિત્તાઓના મોત થયા હતા.

ગળામાં ઈજાના કારણે ચિત્તા સૂરજનું થયું હતું મોત

ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં શુક્રવારે એક મેલ ચિત્તા સૂરજનું મોત થયું હતું. ચિત્તા સૂરતને ગળામાં ઈજા તેમજ ઈજાના સ્થાને કીડા હોવાની વાત રિપોર્ટમાં સામે આવી હતી. દરમિયાન મીડિયા અહેવાલોમાં ચિત્તા સૂરજનું મોત રેડિયો કોલરના કારણે થયું હોવાનું જણાવાયું હતું. પરંતુ આ  અહેવાલોને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ ફગાવી દીધો હતો. ચિત્તાઓ પર દેખરેખ રાખી શકાય તે માટે ચિત્તાઓના ગળામાં GPS આધારિત રેડિયો કૉલર બાંધવામાં આવ્યા છે.

કૂનોમાં અત્યાર સુધીમાં 8 ચિત્તાના મોત

કૂનો નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં 5 ચિત્તા અને 3 બચ્ચા સહિત 8 ચિત્તાઓના મોત થયા છે. મૃતકમાં પણ સામેલ છે. હવે કૂનોમાં 15 ચિત્તા અને 1 બચ્ચું જ બ્ચું છે. 


Google NewsGoogle News