Get The App

મહાકુંભથી ઘરે જતા 6 શ્રદ્ધાળુઓ કાળને ભેટ્યાં, જબલપુરમાં કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી

Updated: Feb 24th, 2025


Google NewsGoogle News
મહાકુંભથી ઘરે જતા 6 શ્રદ્ધાળુઓ કાળને ભેટ્યાં, જબલપુરમાં કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી 1 - image


Jabalpur Road Accident: મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ખિતૌલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા પહેરવા વિસ્તારમાં સોમવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકો મૃત્યુ પામી ગયા હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભથી જબલપુર જતી વખતે ગાડી નંબર KA 49 M 5054 એક ઝાડ સાથે ભટકાયા બાદ ડિવાઈડર કૂદી રોંગ સાઈડ પર જતી રહી હતી. જ્યાં બીજી તરફથી આવતી બસમાં ઘૂસી ગઇ હતી. જેના પગલે ધડાકાભેર ટક્કર થતાં મોટી જાનહાનિ થઇ હતી. 



ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા 

બસ અને કાર વચ્ચેની આ ટક્કરમાં ઘટનાસ્થળે જ 6 લોકો મૃત્યુ પામી ગયા હતા. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. બંને સિહોરા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. મૃતકોના પરિજનોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. 

મૃતકોની ઓળખ જાહેર કરાઈ 

આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 4 લોકોની યાદી જાહેર કરવામાં આવી હતી જે નીચે મુજબ છે. અન્ય બેના નામ હજુ જાહેર કરાયા નથી. જ્યારે અન્ય બે ઘાયલોની ઓળખ સદાશિવ અને મુસ્તાક તરીકે થઇ છે. મુસ્તાક ગાડીનો ડ્રાઈવર હોવાની જાણકારી મળી રહી છે. 

1. વિરુપક્સિ ગુમતી 

2. બસ્વરાજ કુરતિ 

3. બાલાચંદ્ર 

4. રાજુ 



મહાકુંભથી ઘરે જતા 6 શ્રદ્ધાળુઓ કાળને ભેટ્યાં, જબલપુરમાં કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી 2 - image




Google NewsGoogle News