લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપને નુકસાન, પાર્ટી પ્રવક્તાનું હાર્ટએટેકથી નિધન, CMએ શોક વ્યક્ત કર્યો
Govind Maloo Passed Away : મધ્યપ્રદેશ ભાજપ એકમના પ્રવક્તા ગોવિંદ માલૂનું બુધવારે રાત્રે હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. આજે સવારે ઈન્દોરમાં તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા કાઠવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી મોહન યાદવ પણ આવ્યા હતા. માલૂના નિધનના સમાચાર મળતા જ મોહન યાદવ (CM Mohan Yadav) ચૂંટણીના તમામ કાર્યક્રમો પડતા મુકી ગુરુવારે સવારે ઈન્દોર પહોંચી ગયા હતા.
ભાજપના સ્થાનિક નેતાઓ માલૂના નિધનની આપી માહિતી
ભાજપના એક સ્થાનિક નેતાઓ કહ્યું કે, ગોવિંદ માલૂ બુધવારે ભોપાલ ગયા હતા, જ્યાંથી તેઓ સાંજે ઈન્દોરમાં તેમના નિવાસસ્થાને આવ્યા હતા. અહીં સાંજે તેમને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. ત્યારબાદ તેમના તુરંત નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મુખ્યમંત્રી યાદવે શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી મોહન યાદવે ગોવિંદ માલૂને ભાજપના મોટા ધરોહર ગણાવી તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘ગોવિંદ માલૂનું હાર્ટએટેકથી નિધન થયું હોવાની જાણી મને ખૂબ દુઃખ થયું છે. તેમણે ભાજપ માટે ઘણી જવાબદારીઓ નિભાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાના કારણે તેઓ પરત દિવસથી જ મારી સાથે ધારમાં હતા.’
રાજકારણમાં આવતા પહેલા માલૂ ખેલ સમીક્ષાઓ લખતા હતા
ભાજપના પ્રદેશ એકમના મીડિયા પ્રભારીની જવાબદારી નિભાવનાર માલૂએ રાજ્ય ખનિજ વિકાસ નિગમના ઉપાધ્યક્ષ તરીકેની પણ ફરજ નિભાવી હતી. રાજકારણ જોડાયા પહેલા તેઓ ખેલ સમીક્ષાઓ લખતા હતા. તેમના પરિવારમાં તેમની માતા, પત્ની, બે દિકરા અને એક દિકરી છે.