Get The App

VIDEO : ગુર્જર મહાકુંભ હિંસા, ગ્વાલિયરમાં પથ્થમારો-અનેક વાહનોમાં તોડફોડ કરનાર 700 સામે FIR, 200 બાઈકો જપ્ત

કલાકો સુધી સ્થિતિ બગડેલી રહેતા પોલીસે 200 ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરી ભીડને વિખેરી

હિંસક ભીડે પથ્થમારો કરતાં ઘણા પોલીસ કર્મીને ઈજા, 20ની ધરપકડ, ઉપદ્રવીઓએ રાહદારીઓને પણ માર માર્યો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
VIDEO : ગુર્જર મહાકુંભ હિંસા, ગ્વાલિયરમાં પથ્થમારો-અનેક વાહનોમાં તોડફોડ કરનાર 700 સામે FIR, 200 બાઈકો જપ્ત 1 - image

ગ્વાલિયર, તા.26 સપ્ટેમ્બર-2023, મંગળવાર

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ગ્વાલિયર (Gwalior)માં ગઈકાલથી શરૂ થયેલ ગુર્જર મહાકુંભ (Gurjar Smaaj Mahakumbh)માં સામેલ થવા આવેલ હજારો લોકોની ભીડે કલેક્ટરથી લઈને શહરેના અનેક વિસ્તારોમાં તોફાન મચાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઉપદ્રવીઓએ કલેક્ટર, એસપી સહિત અનેક અધિકારીઓના વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. ઉપરાંત શહેર બહાર હાઈવે પર પણ આવતા-જતા લોકોને અટકાવી વાહનો તોડ્યા... હાલ પોલીસે આ મામલે 20 લોકોની ધરપકડ કરી છે, ઉપરાંત 700 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે.

પોલીસ પર પથ્થરમારો, આવતા-જતા લોકો સાથે મારપીટ

ગુર્જર મહાકુંભ દરમિયાન ભડકેલી હિંસામાં ઉપદ્રવીઓએ ફૂલબાગ, કલેક્ટ્રેટ, મુરાર, ઝાંસી રોડ અને શિવપુરી રોડ પર જોરદાર હંગામો કર્યો... આવતા-જતા લોકોને અટકાવી વાહનોમાં તોડફોડ કરવામાં આવી... આ દરમિયાન હિંસક બનેલી ભીડે પથ્થરમારો પણ કર્યો જેમાં અડધો ડઝન પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા... એટલું જ નહીં ઉપદ્રવીયો આવતા-જતા લોકો સાથે પણ મારપીટ કરી...

200 બાઈકો જપ્ત કરાઈ

આ હિંસા મામલે પોલીસે 20 યુવકોની ધરપકડ કરી છે. ઉપરાંત કલેક્ટ્રેટ સામે અને પેટ્રોલ પંપની આસપાસ 200થી વધુ બાઈકો જપ્ત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા છે. એડિશનલ એસપી એમ.શિયાજે જણાવ્યું કે, ભીડે કલેક્ટ્રેટ પર ભારે હંગામો કર્યો, અનેક વાહનોમાં તોડફોડ કરી... આ દરમિયાન પથ્થરમારો પણ કર્યો, વાહનોના કાચ તોડ્યા... અનેક પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક કલાકો વિતવા છતાં સ્થિતિ બગડેલી રહેતા પોલીસે 200 ટીયર ગેસના સેલ છોડ્યા અને લાઠીચાર્જ કરી ભીડને વિખેરી...

કેમ થયો હંગામો ?

ગુર્જરો દ્વારા ‘ગુર્જર જાગરુકતા યાત્રા’ યોજાઈ હતી, જેનું ગ્વાલિયરના ફુલબાગ મેદાનમાં ‘ગુર્જર મહાકુંભ’ સમાપન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સામેલ ભીડે સવારે જ પોલીસની એક ગાડીમાં તોડફોડ કરી હતી... મહાકુંભ બાદ ભીડ આવેદન આપવા કલેક્ટર ઓફિસ તરફ કુચ કરવા લાગ્યા... જોકે પોલીસ અને તંત્રએ કલેક્ટર ઓફિસના ગેટ બંધ રાખ્યા હતા. અધિકારીઓનું કહેવું હતું, તેઓ આવેદન અહીં જ આપી દે... પરંતુ ભીડે ન માની અને કલેક્ટર ઓફિસની અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો... આ દરમિયાન ભીડે પહેલા પોલીસ બેરિકેટ્સ પાડી દીધા અને બાદમાં ગેટ તોડીને ઓફિસની અંદર ઘુસી ગયા અને ભારે હંગામો કરવા લાગ્યા...

700 લોકો સામે FIR

પોલીસે મોડી રાત સુધી 700 લોકો વિરુદ્ધ બળવો કરવો, વાહનોમાં તોડફોડ કરવી અને પોલીસ પર હુમલા કરવા જેવી અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. રૂપેશ યાદવ, રામપ્રીત ગુર્જર અને દેબુ ગુર્જર સહિત 17 લોકો વિરુદ્ધ અને 700 લોકો વિરુદ્દ અજ્ઞાતનો કેસ દાખલ કર્યો છે.


Google NewsGoogle News