Get The App

મોંમાં મરચું ભરીને હોઠ ઉપર ફેવિક્વિક લગાવી દીધી, માથા ફરેલા આરોપીએ હેવાનિયતની હદ વટાવી

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
મોંમાં મરચું ભરીને હોઠ ઉપર ફેવિક્વિક લગાવી દીધી, માથા ફરેલા આરોપીએ હેવાનિયતની હદ વટાવી 1 - image


Madhya Pradesh Crime : મધ્યપ્રદેશના ગુનામાં નશાના શોખીન મજૂરે હેવાનિયતની હદ પાર કરી દીધી હોવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. માથા ફરેલા હેવાને મકાન પડાવવા માટે એક છોકરીને બંધક બનાવી ખૂબ જ ખરાબ રીતે અત્યાચાર ગુજાર્યો છે. જે મકાનમાં યુવતીને ટોર્ચર કરવામાં આવી હતી, ત્યાંથી ફેવિક્વિક અને મારપીટમાં ઉપયોગ લેવાયેલ બેલ્ટ અને પ્લાસ્ટિકની પાઈપ પણ મળી આવી છે. આરોપી અયાન પઠાને (Ayaan Pathan) યુવતીને એક નાના રૂમમાં એક મહિના સુધી ગોંધી રાખી ટોર્ચર અને શારીરિક શોષણ (Rape Case) કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. કેંટ પોલીસ સ્ટેશનના પ્રભારી દિલીપ રાજોરિયાની ટીમ જ્યાં ઘટના બની ત્યાં આરોપીને હાથકડી પહેરાવીને લઈ પહોંચી હતી.

હેવાને ફેવિકોલથી યુવતીના હોઠ ચિપકાવી દીધા

હોસ્પિટલમાં દાખલ પીડિતાએ કહ્યું કે, ‘અયાન પઠાન ઘરની અંદર તેની ઓળખીતી યુવતી સાથે બર્બરતાપૂર્વક મારપીટ કરતો હતો. ઘટનાની રાત્રે અયાને યુવતીને મારમારીને અર્ધબેભાન કરી દીધી હતી. તેની આંખોમાં લાલ મરચું નાખી દીધું હતું. જ્યારે યુવતીએ ચીસાચીસ કરી તો તેણે તેના મોંઢામાં મરચું ભરી દઈ ફેવિકોલથી તેના હોઠ ચિપકાવી દીધા હતા.

આરોપી પીડિતાની માતાનું મકાન હડપ કરવા માંગતો

પીડિતાએ વધુમાં કહ્યું કે,  તેના પિતાનું અવસાન થઈ ગયું છે અને તેની માંના નામે આ પૈતૃક મકાન હોવાથી અયાન તેનું મકાન હડપવા માંગતો હતો. આરોપી અયાન તેના ઘર પાસે જ રહેતો હતો અને તેની નજર ઘર પર હતી. તે ઈચ્છતો હતો કે આ ઘર તેના નામે થઈ જાય જેનો વિરોધ કરતા તેણે મારી પર બર્બરતાપૂર્વક અત્યાચાર ગુજાર્યો હતો. તે મને પહેલા પણ હેરાન કરતો હતો, પણ આ વખતે તેણે મારી હેવાનીયતભર્યું કૃત્ય કર્યું છે.’

આરોપીને તેના પરિવારે પણ સાથ આપ્યો

પીડિતાની માતાએ કહ્યું કે, ‘મેં મારી પુત્રીને અયાનથી દુર રહેવા કહ્યું હતું. હું મારી પુત્રીને પાસેના શિવપુરી જિલ્લામાં લઈ ગઈ હતી, જોકે પુત્રી શિવપુરીથી પરત ફરી ગુના પહોંચી ગઈ હતી. ત્યારબાદ મારી પુત્રી આરોપી યુવક અયાન સાથે તેના ઘર પર ગુનામાં જ રહેવા લાગી અને પછી અયાતને તેની સાથે હેવાનીયતભર્યું કૃત્ય કર્યું. તેણે મારી પુત્રી સાથે ઘણીવાર શારીરિક સંબંધો બનાવ્યા. તેણે લગભગ એક મહિના સુધી શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં આરોપીને તેના પરિવારે પણ સાથ આપ્યો હતો. જોકે આરોપીની માતા જ પીડિતાને હોસ્પિટલ લઈ ગઈ હતી.’

પડોશીઓ પણ આરોપીથી પરેશાન, ઝઘડો કરતો હતો

આરોપી યુવક અયાન પઠાણ અને તેનો ભાઈ મજૂર છે. પરિવારની આર્થિક સ્થિતિ કંગાળ છે. આરોપી નશાનો પણ શોખીન છે. પડોશીઓએ કહ્યું કે, અયાન દરરોડ અમારી સાથે ઝઘડો કરતો હતો. તેની આસપાસ રહેતા તમામ લોકો તેનાથી પરેશાન હતા. તે યુવતી સાથે મારપીટ કરતો હતો. આ ઘટના સામે આવતા પોલીસ સુધી ફરિયાદ પહોંચી હતી જે પછી પોલીસે કેસ દાખલ કરીને અયાન પઠાનની ધરપકડ કરી છે. પીડિતાની આપવીતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આમ પોતાની સાથે બનેલી ઘટનાને પીડીતાએ પોલીસને જણાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધના તમામ પુરાવા એકત્ર કરી લીધા છે. પોલીસે તેની સામે દુષ્કર્મ સહિતની કલમો લગાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News