Get The App

ગુજરાતના પાડોશી રાજ્યના 17 શહેરોમાં દારુબંધી, ધાર્મિક સ્થળોને લઈ CMનો મોટો નિર્ણય

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ગુજરાતના પાડોશી રાજ્યના 17 શહેરોમાં દારુબંધી, ધાર્મિક સ્થળોને લઈ CMનો મોટો નિર્ણય 1 - image


Alcohol Banned At 17 Religious Places in Madhya Pradesh : મધ્યપ્રદેશ સરકારે અડધો અડધ રાજ્યમાં દારુબંધી લાદવાની નિર્ણય સંભળાવ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રાજ્યના 17 પવિત્ર શહેરોમાં દારુ પર પ્રતિબંધ લાદવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ ઉજ્જૈન, જબલપુર, મંદસૌર સહિત 17 શહેરોમાં દારુ પર પ્રતિબંધ શરૂ થઈ ગયો છે.

17 ધાર્મિક શહેરોમાં દારુબંધી

મુખ્યમંત્રી મોહન યાદવે (CM Mohan Yadav) કેબિનેટની બેઠકમાં ભાગ લેતા પહેલા આ જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું કે, ‘આજની કેબિનેટની બેઠકમાં દારુબંધી અંગે સૌથી મહત્ત્વનો નિર્ણય જાહેર કરવામાં આવશે. મોહન સરકારે રાજ્યના 17 ધાર્મિક શહેરોમાં દારુબંધીનો નિર્ણય લીધો છે. આ શહેરોમાં ઉજ્જૈન, ઓમકારેશ્વર, મૈહર, ખજુરાહો, મહેશ્વર, ઓરછા, સાંચી, નલખેડા, સલકનપુર, જબલપુર, મંદસૌર જિલ્લાનું નામ સામેલ છે.

ધાર્મિક શહેરોમાં દારુની દુકાનો બંધ કરાશે : CM મોહન યાદવ

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘દારુના કારણે પરિવારોના પરિવારો બરબાદ થઈ જાય છે. તેના કારણે સામાજિક બદીઓ પણ ઉભી થાય છે, તેથી જ દેશી હોય કે પછી વિદેશી, ધાર્મિક શહેરોમાં દારુની દુકાનો બંધ કરી દેવામાં આવશે.


Google NewsGoogle News