રાતોરાત ચમકી ખેડૂતની કિસ્મત, ખેતરમાં શરૂ કરેલી ખાણમાં નીકળ્યો 4.24 કેરેટનો હીરો, હવે હરાજી થશે
Madhya Pradesh: મધ્ય પ્રદેશના પન્નામાં એક ખેડૂતની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ, જ્યારે તેના ખેતરમાં ખોદકામ દરમિયાન અમૂલ્ય હીરો મળ્યો. આ હીરો 4.24 કેરેટનો જણાવવામાં આવી રહ્યો છે, જેની અંદાજિત કિંમત આશરે 20 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. ખેડૂતે આ હીરો હીરા કાર્યાલયમાં જમા કરવી દીધો છે, જ્યાં તેને હરાજી માટે મૂકવામાં આવ્યો છે.
4.24 કરેટનો હીરો મળ્યો
પન્ના જિલ્લાને દેશભરમાં હીરાની ધરતી કહેવામાં આવે છે. અહીંની માટે ક્યારે કોઈને રંકમાંથી રાજા બનાવી દે, તે કોઈ નથી જાણતું. આવું જ કંઈક ગહરા ગામના ખેડૂત ઠાકુર પ્રસાદ યાદવ સાથે થયું. તે અનેક વર્ષોથી પોતાના ખેતરમાં હીરાની ખાણ શોધી રહ્યો હતો. સતત મહેનત અને આશા બાદ આખરે તેને 4 કેરેટ 24 સેંટનો ચમકદાર હીરો હાથ લાગ્યો. હીરો મળતા જ ઠાકુર પ્રસાદની ખુશીનો પાર ન રહ્યો અને તેણે આ હીરાને હીરા કાર્યાલયમાં જમા કરાવી દીધો.
હીરો મળ્યા બાદ ખેડૂત ઠાકુર પ્રસાદ યાદવે જણાવ્યું કે, હરાજી બાદ મળતી રકમમાંથી તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારશે અને એક નવું કામ શરૂ કરશે. વળી, ખેતરના માલિક ધર્મદાસે પણ પોતાના ખેતરમાંથી કિંમતી હીરો મળતા ખુશી વ્યક્ત કરી છે.
હરાજીમાં મૂકાશે હીરો
આ મામલે હીરા પારખનાર અનુપમ સિંહે જણાવ્યું કે, આ હીરાને આવતી હરાજીમાં મૂકવામાં આવશે. પન્નામાં પહેલાં પણ અનેક ખેડૂત અને મજૂરોની કિસ્મત અહીંની માટીએ બદલી છે. પન્નાના હીરા વ્યાપારી રવિન્દ્ર ઝડિયાએ જણાવ્યું કે, અહીંની ધરતી લોકોને રાતોરાત અમીર બનાવી શકે છે. ગત વર્ષે હીરા હરાજીમાં 5 કરોડ રૂપિયાથી વધુ હીરા વેચવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ આંદોલનકારી ખેડૂતો અને કેન્દ્ર સરકારની બેઠક નિષ્ફળ, હવે 22 ફેબ્રુઆરીએ યોજાશે આગામી બેઠક
20 લાખથી વધુની કિંમત મળી શકે
આવનારા દિવસોમાં પન્નાનું હીરા બજાર હજુ આગળ વધે તેવી આશા છે. હીરા કાર્યાલયના અધિકારીઓ અનુસાર, આ કિંમતી હીરાની હરાજીમાં મોટી સંખ્યામાં વ્યાપારી ભાગ લઈ શકે છે. જો બજારમાં તેની માંગ વધુ રહી, તો તેની કિંમત 20 લાખથી વધુ પહોંચી શકે છે. આ પહેલાં પણ પન્નાના અનેક મજૂર અને ખેડૂત હીરાના કારણે લખપતિ અને કરોડપતિ બની ચુક્યા છે. ગત વર્ષે પણ ખેડૂતે હરાજી દ્વારા લાખો-કરોડો રૂપિયા કમાયા હતાં. હવે તમામની નજર આ કિંમતી હીરાની હરાજી પર ટકેલી છે.