Get The App

મધ્યપ્રદેશમાં ચાર્જિંગ વખતે EVની બેટરીમાં બ્લાસ્ટ, 11 વર્ષની બાળકીનું મોત, 2 ઈજાગ્રસ્ત

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
મધ્યપ્રદેશમાં ચાર્જિંગ વખતે EVની બેટરીમાં બ્લાસ્ટ, 11 વર્ષની બાળકીનું મોત, 2 ઈજાગ્રસ્ત 1 - image


e-Scooter Fire: મધ્યપ્રદેશના રતલામના લક્ષ્મણપુર પીએનટી કોલોની સ્થિત એક મકાનમાં મોટો અકસ્માત થયો છે. ચાર્જિંગ માટે મૂકેલા સ્કૂટરમાં આગ લાગી ગઈ હતી. સ્કૂટરની બાજુમાં જે એક્ટિવા પાર્ક કરેલું હતું તે પણ આગની લપેટમાં આવી ગયું હતું. અકસ્માતમાં એક 11 વર્ષની બાળકીનું મોત થઈ ગયું અને અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયાં છે. 

આ પણ વાંચોઃ સૌથી વિશાળ મેટ્રો નેટવર્ક મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું, 1000 કિ.મી.નો આંકડો વટાવ્યો

ઈ-સ્કૂટરમાં લાગી આગ

મળતી માહિતી મુજબ, પીએનટી કોલોનીમાં રહેતાં ભગવતી મૌર્ય અને તેના પરિવારના લોકો ઈ-સ્કૂટર ચાર્જિંગમાં મૂકીને સુઈ ગયા હતાં. રાત્રે ચાર્જિગ પૂરુ થયાં બાદ તેમાં એકાએક આગ લાગી ગઈ અને તેના કારણે બાજુમાં પડેલી એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગઈ.

આ પણ વાંચોઃ ભાજપ-કોંગ્રેસ વચ્ચે શું તફાવત છે? રાહુલ ગાંધીએ IIT મદ્રાસના વિદ્યાર્થીના સવાલનો આપ્યો જવાબ

11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ

આગ લાગતા સમયે ઘરમાં તમામ સભ્ય સૂઈ રહ્યા હતાં. ધુમાડો થવાથી બાળકીની ઊંઘ ખુલી તો તેણે મદદ માટે બૂમ પાડી. આસપાસના લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો અને ફાયર વિભાગને આ વિશે સૂચના આપી. ફાયર વિભાગે ઘરના સભ્યોને સુરક્ષિત બહાર કાઢ્યા, પરંતુ 11 વર્ષની બાળકી અંતરા ચૌધરી અંદર જ રહી ગઈ હતી. થોડીવાર બાદ બાળકીને પણ બહાર કાઢવામાં આવી, પરંતુ ત્યાં સુધી તે એટલું બળી ગઈ હતી કે તેની અંદર જ મોત થઈ ગઈ હતી. અંતરા પોતાની માતા સોનાલીની સાથે પોતાના નાના ભગવતી મૌર્યના ઘરે આવી હતી. તેને રવિવારે સવારે ગુજરાતના વડોદરામાં પરત આવવાનું હતું.


Google NewsGoogle News