Get The App

મહિલા પાસે જૂતાની લેસ બંધાવનારા અધિકારીની નોકરી છીનવાઈ, મધ્યપ્રદેશ સરકારની કાર્યવાહી

- અમારી સરકારમાં નારી સમ્માન સર્વોપરી: CM મોહન યાદવ

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
મહિલા પાસે જૂતાની લેસ બંધાવનારા અધિકારીની નોકરી છીનવાઈ, મધ્યપ્રદેશ સરકારની કાર્યવાહી 1 - image


Image Source: Twitter

ભોપાલ, તા. 25 જાન્યુઆરી 2024, ગુરૂવાર

મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં એક મહિલા પાસે જૂતાની લેસ બંધ બંધાવવા મામલે SDMની નોકરી છીનવાઈ ગઈ છે. મુખ્યમંત્રી મોહન યાદવે ચિતરંગી SDMને હટાવવાનો નિર્દેશ આપી દીધો છે.

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો હતો જેમાં ચિતરંગી SDM અસવાન રામ ચિરાવન એક મહિલા પાસે જૂતાની લેસ બંધ બંધાવતા નજર આવી રહ્યા છે. આ મામલાએ જોર પકડતા સીએમ મોહન યાદવે સંજ્ઞાન લેતા SDMને હટાવવાનો નિર્દેશ આપી દીધો છે.

સીએમ કાર્યાલયે X પર લખ્યું કે, સિંગરૌલી જિલ્લાના ચિતરંગીમાં SDM દ્વારા એક મહિલા પાસે તેના જૂતાની લેસ બંધ બંધાવવાનો મામલો સામે આવ્યો છે જે ખૂબ જ નિંદાપાત્ર છે. આ ઘટના પર SDMને તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે. અમારી સરકારમાં નારી સમ્માન સર્વોપરી છે. 

મુખ્યમંત્રી ડો. મોહન યાદવ ફરિયાદો મળવા પર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાથી પાછળ નથી હટી રહ્યા. શાજાપુરમાં ડ્રાઈવરને 'ઓકાત' પૂછનાર કલેક્ટર બાદ હવે દેવાસમાં ખેડૂતો સાથે અભદ્ર ભાષામાં વાત કરનાર મહિલા તહસીલદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ સીએમ યાદવે તેમની સખ્તીનો પરિચય આપતા ગુના બસ દુર્ઘટના બાદ ઉપરથી લઈને નીચે સુધીના અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી.

CM મોહન યાદવના કડક નિર્ણયો

- તાજેતરમાં જ બંધવગઢ SDM દ્વારા ઓવરટેક કરવા પર કારમાં સવાર યુવકને માર મારવાના મામલે મુખ્યમંત્રીએ કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.

- સોનાકચ્છના તહસીલદાર અંજલિ ગુપ્તાનો ખેડૂતો સાથે ગેરવર્તનનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી અને જિલ્લા મુખ્યાલયને અટેચ કરી લેવામાં આવ્યું હતું.

- ટ્રક ડ્રાઈવરોની હડતાળ દરમિયાન શાજાપુરના કલેક્ટર કિશોર કનૈયાલનો ડ્રાઈવરને 'ઓકાત' બતાવવા વાળો વીડિયો વાયરલ થયા બાદ તેમને કલેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News