'મહાકાલ તો આખા બ્રહ્માંડના રાજા', MPના નવા CM મોહન યાદવે દાયકાઓ જૂની માન્યતા તોડી

હું ઉજ્જૈનનો દીકરો, બાબા મહાકાલ મારા પિતા છેઃ મોહન યાદવ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
'મહાકાલ તો આખા બ્રહ્માંડના રાજા', MPના નવા CM મોહન યાદવે દાયકાઓ જૂની માન્યતા તોડી 1 - image

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. શપથ લીધા બાદ તેઓ બાબા મહાકાલની નગરી ઉજ્જૈન ખાતે તેમના વતન પહોંચ્યા હતા. જ્યાં ઉજ્જૈનની જનતાએ તેમનું દિલથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગીતા કોલોની આવેલા પોતાના ઘરે રાત વિતાવીને એક દાયકાઓ જૂની માન્યતાને તોડી નાખી. વાસ્તવમાં પ્રાચીન સમયથી મહાકાલ નગરી ઉજ્જૈનને લઈને એવી માન્યતા છે કે, જો કોઈ રાજા, મુખ્યમંત્રી, વડાપ્રધાન કે જનપ્રતિનિધિ ઉજ્જૈન શહેરની હદમાં રાત વિતાવવાની હિંમત કરે તો તેને આ ગુનાની સજા ભોગવવી પડે છે. એવું કહેવાય છે કે, મહાકાલ નગરીમાં રાજા, મુખ્યમંત્રી, વડાપ્રધાન કે જનપ્રતિનિધિ રાત વિતાવે છે તો તેમને સત્તા ગુમાવવી પડે છે, કારણ કે ઉજ્જૈનના રાજા માત્ર બાબા મહાકાલ જ છે.

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે કહ્યું કે, ત્યારે, આ વખતે મુખ્યમંત્રી મોહન યાદવથી સવાલ પૂછવામાં આવ્યો તો તેમનું કહેવું હતું કે, ઉજ્જૈનનો દીકરો છું અને બાબા મહાકાલ મારા પિતા છે. હું મહાકાલના મુખ્ય સેવક તરીકે કામ કરી રહ્યો છું, ન કે મુખ્યમંત્રી તરીકે.

મુખ્યમંત્રી મોહન યાદવે રાત્રે ન રોકાવાની પરંપરા પાછળની કહાની બતાવી. તેમણે કહ્યું કે, સિંધિયા મહારાજને એખ રણનીતિ હેઠળ પોતાની રાજધાનીને ગ્વાલિયરથી લઈ જવાની હતી, અને કોઈ આક્રમણ ન થાય, તે માટે આ માન્યતા તોડી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજા મહાકાલ તો આખા બ્રહ્માંડના રાજા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જો તેમને નુકસાન જ કરવું હશે તો ગમે ત્યાં કરી શકે છે. નગર નિગમ વિસ્તારથી શું લેવા-દેવા છે. ભગવાન મહાકાલ માત્ર નગર નિગમ વિસ્તારના રાજા થોડા છે, તેઓ આખા બ્રહ્માંડના રાજા છે. ભગવાન મહાકાલની ઈચ્છા હતી તો મને મુખ્યમંત્રી બનાવ્યો અને કહ્યું કે, તમે આ માન્યતા તોડો. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સભાને સંબોધિત કરતા કહ્યું કે, આ ઉદાહરણ છે.

મોહન યાદવે કહ્યું કે, આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે અને મને આ વાતનો આનંદ છે. જાણતા અજાણતા ખબર નહીં કોઈ ઘટના બની તો રાજનીતિક ઘટના જરૂર મહારાજ સિંધિયાએ કરી હતી. દોલત રાવ જીના સમયમાં 1852માં રાજધાની અહીંથી ગયા તો તેમણે સમીકરણ બનાવ્યા. તેમણે કહી દીધું હતું કે, અહીં પર રાજા રાત્રે નહીં રોકાય, નહીં તો બધું પતી જશે તો કોઈ અહીં કબજો લેવા નહીં આવે.

મોહન યાદવે કહ્યું કે, સિંધિયાની રાજનીતિક રણનીતિ બાદથી જાણતા અજાણતામાં અમે લોકો પણ આ વાત માનવા લાગ્યા કે રાજા રાત્રે નહીં રોકાય. અરે રાજા તો બાબા મહાકાલ છે. અમે તો તેમના દીકરા છીએ, શા માટે રાત્રે ન રોકાઈએ. અમે બાબા મહાકાલના દીકરા છીએ. બાબા તો જન્મ આપનારા છે, આશીર્વાદ આપનારા છે.


Google NewsGoogle News