Get The App

'ધાર્મિક સ્થળેે મોટા અવાજે લાઉડ સ્પીકરના ઉપયોગ પર બૅન..' CM બનતાં જ મોહન યાદવનો પ્રથમ આદેશ

જોકે નિયમિત અને નિયંત્રિત અવાજમાં ઉપયોગ કરી શકાશે

આજે જ તેમણે સીએમ પદના શપથ લીધા હતા અને આ તેમનો પ્રથમ આદેશ છે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
'ધાર્મિક સ્થળેે મોટા અવાજે લાઉડ સ્પીકરના ઉપયોગ પર બૅન..' CM બનતાં જ મોહન યાદવનો પ્રથમ આદેશ 1 - image


Madhya pradesh CM News | મધ્યપ્રદેશના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લઈને સત્તાની કમાન સંભાળી લીધી છે. આ સાથે જ તેમણે આજે જારી કરેલા સીએમ તરીકેના તેમના પ્રથમ આદેશમાં, મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સંબંધિત આદેશો જારી કર્યા છે.

શું છે પ્રથમ આદેશ? 

સીએમનો પહેલો આદેશ મળ્યા બાદ ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ અનિયમિત અથવા અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. મુખ્યમંત્રી મોહન યાદવનો પહેલો આદેશ એ હતો કે ધાર્મિક સ્થળો પર મોટા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવામાં આવે. આદેશ અનુસાર અનિયમિત અને અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવાઈ છે. જ્યારે નિયમિત અને નિયંત્રિત (પરવાનગીપાત્ર ડેસિબલ) ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.

આજે જ લીધા હતા શપથ 

ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવે આજે ભોપાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમણે પીએમ મોદી અને રાજ્યપાલ મંગુભાઈની હાજરીમાં શપથ લીધા. રાજ્યપાલે જગદીશ દેવરા (મલ્હારગઢ, મંદસૌરથી ધારાસભ્ય) અને રાજેન્દ્ર શુક્લા (રીવાથી ધારાસભ્ય) ને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા.

'ધાર્મિક સ્થળેે મોટા અવાજે લાઉડ સ્પીકરના ઉપયોગ પર બૅન..' CM બનતાં જ મોહન યાદવનો પ્રથમ આદેશ 2 - image


Google NewsGoogle News