'એ...એ...તૂટી જશે...' મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના ભાષણની અધવચ્ચે સ્ટેજ તૂટ્યું, અફરાતફરી મચી
Lok Sabha Elections 2024 | મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને રવિવારે રાજ્યના છતરપુર જિલ્લામાં એક સભાને સંબોધવા પહોંચ્યા હતા. જ્યાં તેમની હાજરીમાં મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ સ્ટેજ પર ચઢી જતાં એકાએક સ્ટેજ તૂટ્યું હતું.
માંડ માંડ બચ્યાં મોહન યાદવ... !
સ્ટેજ પર ભારે ભીડ થઈ જતાં એકાએક સ્ટેજ તૂટી પડ્યું હતું. જેના પછી સુરક્ષા કારણોસર મુખ્યમંત્રી મોહન યાદવને નીચે ઉતારી દેવાયા હતા. આ દરમિયાન તેમનું ભાષણ પણ અટકાવી દેવામાં આવ્યું હતું. આ ઘટના છત્રાસાલ વિસ્તારમાં બની હતી.
ઘટના કેવી રીતે બની...?
ટીકમગઢ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર સિંહ જ્યારે અસ્થાયી સ્ટેજ પર ચઢીને જ્યારે કિનારે પહોંચ્યા ત્યારે ઘણા લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા. આ પછી મુખ્યમંત્રી મોહન યાદવએ ચેતવણી આપવી પડી હતી કે મોટી ભીડને કારણે સ્ટેજ તૂટી શકે છે. થોડી વારમાં સ્ટેજ એકાએક તૂટ્યું. મુખ્યમંત્રીના સુરક્ષાકર્મીઓ સ્ટેજ પર પહોંચ્યા અને તેમને નીચે ઉતાર્યા.
સીએમ જ્યાં ઉભા હતા ત્યાં સ્ટેજની પ્લાય તૂટી
મુખ્યમંત્રીએ માઈક દ્વારા એવું પણ કહ્યું હતું કે સ્ટેજ તૂટી જશે અને થોડા સમય પછી સ્ટેજ તૂટી પડ્યું. આ દરમિયાન સીએમ સતત સંતુલન ગુમાવતા દેખાયા હતા. તેમની બાજુમાં ઉભેલા ભાજપના ઉમેદવારે તેમને સંભાળીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા હતા.