'છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ' મધ્યપ્રદેશમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કર્યા આ મસમોટા વાયદા

પાર્ટીએ તેને સંકલ્પ પત્ર નામ આપ્યું

છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત અભ્યાસ સહિત 20 વાયદા તેમાં સામેલ કરાયા છે

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
'છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ' મધ્યપ્રદેશમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કર્યા આ મસમોટા વાયદા 1 - image


BJP Manifesto News: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Madhya Pradesh Election 2023) માટે ભાજપે આજે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો. પાર્ટીએ તેને સંકલ્પ પત્ર નામ આપ્યું હતું. રાજ્યની પ્રજાને ભાજપે તેમાં અનેક વાયદાઓ કર્યા છે. છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત અભ્યાસ સહિત 20 વાયદા તેમાં સામેલ કરાયા છે. 

છોકરીઓને આપશે મફત શિક્ષણ 

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યના ભાજપ એકમના પ્રમુખ વી.ડી.શર્મા સહિત ભાજપના ટોચના નેતાઓએ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમનો ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. તેમાં ગરીબ પરિવારોની છોકરીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણનો વાયદો કરાયો છે. સત્તારુઢ પાર્ટીએ ઘઉંની ખરીદી 2700 રૂપિયા અને ધાનની ખરીદી 3,100 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવાનો વાયદો કર્યો હતો. 

શું કહ્યું ભાજપ અધ્યક્ષ નડ્ડાએ? 

ચૂંટણીપત્ર જાહેર કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે રાજ્યનું બજેટ 14 ગણું વધી ગયું છે. કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન 19 ગણુ વધ્યું છે.  અમે પ્રદર્શનની રાજનીતિ માટે પ્રતિબદ્ધ છીએ. અમે સુનિશ્ચિત કર્યું છે કે લોકોને લાભ મળે, જમીની સ્તરે પહોંચે, અમે અમારા વાયદા પૂરાં કર્યા. 

બીજું શું શું છે ચૂંટણી ઢઢેરામાં 

આ ઉપરાંત એસટી બ્લોકમાં મેડિકલ કોલેજ, 12મા સુધી મફત શિક્ષણ, આઈટીઆઈનો વાયદો. એઈમ્સના આધારે મધ્યપ્રદેશ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ ડેવલપ કરાશે. ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ ચોખા-ઘઉં અને દાળ તો આપીએ છીએ પણ તેની સાથે સરસવનો તેલ અને ખાંડ પણ અપાશે. આ સાથે ભાજપે પ્રજાને વિંધ્ય અક્સપ્રેસ વે, નર્મદા એક્સપ્રેસ વે, બુંદેલખંડ એક્સપ્રેસ વે અને મધ્ય ભારત વિકાસ એક્સપ્રેસ વેનો પણ વાયદો કર્યો હતો. 

'છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત શિક્ષણ' મધ્યપ્રદેશમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કર્યા આ મસમોટા વાયદા 2 - image


Google NewsGoogle News