મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી : દમનીમાં ફાયરિંગ, ઝાબુઆમાં પથ્થરમારો, નર્મદાપુરમમાં BJP કાર્યાલયમાં તોડફોડ

દિમની, ભીંડ, ઝાબુઆ, નર્મદાપુરમમાં છુટાછવાયા બનાવો, જોકે સ્થિતિ કાબુમાં

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમરની દિમની બેઠક પર ફાયરિંગ, 2 ઈજાગ્રસ્ત

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી : દમનીમાં ફાયરિંગ, ઝાબુઆમાં પથ્થરમારો, નર્મદાપુરમમાં BJP કાર્યાલયમાં તોડફોડ 1 - image

ભોપાલ/રાયપુર, તા.17 નવેમ્બર-2023, શુક્રવાર

Madhya Pradesh-Chhattisgarh Assembly Election 2023 : મધ્યપ્રદેશની 230 બેઠકો અને છત્તીસગઢની 70 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઈન્દોર, દિમની, ઝાબુઆ અને ભિંડ, જ્યારે છત્તીસગઢના રાયપુરમાં કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની હોવાના અહેવાલો મળ્યા છે. મુરૈનાની દિમની બેઠક પર ફાયરિંગ થયું છે. આ બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર ચૂંટણી લડી રહ્યા છે.

છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન

છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 7મી નવેમ્બરે મતદાન થયું હતું, મધ્યપ્રદેશમાં 2 હજાર 533 અને છત્તીસગઢમાં 958 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન માટે સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે. 64 હજાર 626 પોલિંગ બૂથ પર તમામ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોનાં ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે આવશે.

દિમનીમાં ફાયરિંગ

મધ્યપ્રદેશના દિમની બેઠક પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. મુરૈનાની દિમની બેઠક પર કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર મેદાનમાં છે. અહીં મીરઘાન ગામમાં ફાયરિંગ કરાયા બાદ ભારે અફરાતફરી સર્જાઈ છે. ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે બુથ પર મતદાન ચાલી રહ્યું છે.

ભિંડ : નાણાં આપનાર અપક્ષ ઉમેદવારને જનતાએ પકડ્યો

મધ્યપ્રદેશમાં મતદાન શરૂ થયાના થોડા કલાકો પહેલા જ જુદા જુદા વિસ્તારોમાં હંગામાની ઘટનાઓ સામે આવી છે. ચંબલના ભિંડ વિસ્તારમની અટેરા વિધાનસભા બેઠક પરના અપક્ષ ઉમેદવાર ચંદ્ર પ્રકાશ કરૈયા લોકોને નાણાં વેચતો ઝડપાયો છે. આ દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો છે. કરૈયા ઝુંપડપટ્ટીમાં જઈને લોકોને નાણાં વેચતો હોવાનો આરોપ લાગ્યો છે. આ દરમિયાન લોકોએ કરૈયાને પકડી પાડ્યો છે અને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સોંપી દીધો છે. આ દરમિયાન કરૈયાની સાથે આવેલા કેટલાક લોકો સાથે મારપીટ થઈ છે. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર હેમંત કટારે પણ પહોંચી ગયા હતા.

ઝાબુઆમાં બબાલ

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ગઈકાલે રાત્રે જોરદાર હંગામો થયો. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર વિક્રાંત ભૂરિયાના વાહન પર પથ્થરમારો કરાયો હતો.

નર્મદાપુરમમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ

નર્મદાપુરમના માખનનગરમાં BJP કાર્યાલયમાં તોડફોડ થઈ હોવાની ઘટના સામે આવી છે. ભાજપે કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે કેટલાક અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધી છે. તોડફોડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કોંગ્રેસ ઉમેદવાર પુષ્પરાજ સિંહ પટેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તોડફોડ કરતા જોવા મળી રહ્યા છે.

મધ્યપ્રદેશની નક્સલ પ્રભાવિત બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધી મતદાન

મધ્યપ્રદેશમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. જો કે, નક્સલ પ્રભાવિત બૈહર વિધાનસભા, લાંજી, પરસવારા, બિછિયાના 47 કેન્દ્રો, મંડલા વિધાનસભાના 8 કેન્દ્રો, ડિંડોરીના 40 કેન્દ્રો પર બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે.

છત્તીસગઢમાં 22 જિલ્લાની 70 બેઠકો પર મતદાન

છત્તીસગઢમાં બીજા તબક્કામાં 22 જિલ્લાની કુલ 70 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ માટે 958 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 827 પુરુષ અને 130 મહિલા ઉમેદવારો અને થર્ડ જેન્ડરમાં એક ઉમેદવાર મેદાનમાં છે. મતદાનનો સમય બેઠકો પ્રમાણે બદલાશે. બિન્દ્રાવગઢ વિધાનસભા ક્ષેત્રના 9 મતદાન મથકો પર સવારે સાતથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન થશે. ઉપરાંત તમામ વિધાનસભા મતવિસ્તારોના મતદાન કેન્દ્રો પર મતદાનનો સમય સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે.

મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો પર મતદાન

મધ્યપ્રદેશમાં કુલ મતદાન મથકોની સંખ્યા 64,626 છે, તેમાંથી 17032 ક્રિટિકલ મતદાન કેન્દ્રો છે. સંવેદનશીલ મતદાન મથકો 1316 છે. 5160 કેન્દ્રો પર મહિલા સ્ટાફ તૈનાત છે. કેન્દ્રોમાં 183 વિકલાંગ કર્મચારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે. ચૂંટણી માટે 847 ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ, 997 સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 1 એર એમ્બ્યુલન્સ, 2 હેલિકોપ્ટર પણ તૈનાત છે.

  મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી : દમનીમાં ફાયરિંગ, ઝાબુઆમાં પથ્થરમારો, નર્મદાપુરમમાં BJP કાર્યાલયમાં તોડફોડ 2 - image

.

.

.

.

.

.

.

.

.

.

.

Madhya Pradesh Assembly Election-2023 : Sheopur, Vijaypur, Sabalgarh, Joura, Sumawali, Morena, Dimani, Ambah, Ater, Bhind, Lahar, Mehgaon, Gohad, Gwalior Rural, Gwalior, Gwalior East, Gwalior South, Bhitarwar, Dabra, Sewda, Bhander, Datia, Karera, Pohari, Shivpuri, Pichhore, Kolaras, Bamori, Guna, Chachoura, Raghogarh, Ashok Nagar, Chanderi, Mungaoli, Bina, Khurai, Surkhi, Deori, Rehli, Naryoli, Sagar, Banda, Tikamgarh, Jatara, Prithvipur, Niwari, Khargapur, Maharajpur, Chandla, Rajnagar, Chhatarpur, Bijawar, Malhara, Pathariya, Damoh, Jabera, Hatta, Pawai, Gunnaor, Panna, Chitrakoot, Raigaon, Satna, Nagod, Maihar, Amarpatan, Rampur-Baghelan, Sirmour, Semariya, Teonthar, Mauganj, Devtalab, Mangawan, Rewa, Gurh, Churhat, Sidhi, Sihawal, Chitrangi, Singrauli, Devsar, Dhauhani, Beohari, Jaisingnagar, Jaitpur, Kotma, Anuppur, Pushprajgarh, Bandhavgarh, Manpur, Badwara, Vijayraghavgarh, Murwara, Bahoriband, Patan, Bargi, Jabalpur East, Jabalpur North, Jabalpur Cantonment, Jabalpur West, Panagar, Sihora, Shahpura, Dindori, Bichhiya, Niwas, Mandla, Baihar, Lanji, Paraswada, Balaghat, Waraseoni, Katangi, Barghat, Seoni, Keolari, Lakhnadon, Gotegaon, Narsingpur, Tendukheda, Gadarwara, Junnardeo, Amarwara, Chourai, Saunsar, Chhindwara, Parasia, Pandhurna, Multai, Amla, Betul, Ghoradongri, Bhainsdehi, Timarni, Harda, Seoni-Malwa, Hoshangabad, Sohagpur, Pipariya, Udaipura, Bhojpur, Sanchi, Silwani, Vidisha, Basoda, Kurwai, Sironj, Shamshabad, Berasia, Bhopal Uttar, Narela, Bhopal Dakshin-Paschim, Bhopal Madhya, Govindpura, Huzur, Budhni, Ashta, Ichhawar, Sehore, Narsinghgarh, Biaora, Rajgarh, Khilchipur, Sarangpur, Susner, Agar, Shajapur, Shujalpur, Kalapipal, Sonkatch, Dewas, Hatpipliya, Khategaon, Bagli, Mandhata, Harsud, Khandwa, Pandhana, Nepanagar, Burhanpur, Bhikangaon, Barwah, Maheshwar, Kasrawad, Khargone, Bhagwanpura, Sendhawa, Rajpur, Pansemal, Barwani, Alirajpur, Jobat, Jhabua, Thandla, Petlawad, Sardarpur, Gandhwani, Kukshi, Manawar, Dharampuri, Dhar, Badnawar, Depalpur, Indore-1, Indore-2, Indore-3, Indore-4, Indore-5, Dr. Ambedkar Nagar-Mhow, Rau, Sanwer, Nagda-Khachrod, Mahidpur, Tarana, Ghatiya, Ujjain North, Ujjain South, Badnagar, Ratlam Rural, Ratlam City, Sailana, Jaora, Alot, Mandsour, Malhargarh, Suwasra, Garoth, Manasa, Neemuch, Jawad, 

Chhattisgarh Assembly Election-2023 : Bharatpur-Sonhat, Manendragarh, Baikunthpur, Premnagar, Bhatgaon, Pratappur, Ramanujganj, Samri, Lundra, Ambikapur, Sitapur, Jashpur, Kunkuri, Pathalgaon, Lailunga, Raigarh, Sarangarh, Kharsia, Dharamjaigarh, Rampur, Korba, Katghora, Pali-Tanakhar, Marwahi, Kota, Lormi, Mungeli, Takhatpur, Bilha, Bilaspur, Beltara, Masturi, Akaltara, Janjgir-Champa, Sakti, Chandrapur, Jaijaipur, Pamgarh, Saraipali, Basna, Khallari, Mahasamund, Bilaigarh, Kasdol, Baloda Bazar, Bhatapara, Dharsiwa, Raipur City Gramin, Raipur City West, Raipur City North, Raipur City South, Arang, Abhanpur, Rajim, Bindrawagarh, Sihawa, Kurud, Dhamtari, Sanjari-Balod, Dondi Lohara, Gunderdehi, Patan, Durg Gramin, Durg City, Bhilai Nagar, Vaishali Nagar, Ahiwara, Saja, Bemetara, Navagarh, Pandariya, Kawardha, Khairagarh, Dongargarh, Rajnandgaon, Dongargaon, Khujji, Mohla-Manpur, Antagarh, Bhanupratappur, Kanker, Keshkal, Kondagaon, Narayanpur, Bastar, Jagdalpur, Chitrakot, Dantewada, Bijapur, Konta

Bharatiya Janata Party (BJP) and Indian National Congress (INC), Mayawati-led Bahujan Samaj Party (BSP) and Samajwadi Party (SP), Independent Candidate, Update, Voting, News, Police, CRPF, Election Commission, Result


Google NewsGoogle News