Get The App

મોહન સરકારના મંત્રીમંડળનું થયું વિસ્તરણ, 28 ધારાસભ્ય બન્યા મંત્રી, વિજયવર્ગીય અને પ્રહ્લાદ પટેલને બનાવાયા કેબિનેટ મંત્રી

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
મોહન સરકારના મંત્રીમંડળનું થયું વિસ્તરણ, 28 ધારાસભ્ય બન્યા મંત્રી, વિજયવર્ગીય અને પ્રહ્લાદ પટેલને બનાવાયા કેબિનેટ મંત્રી 1 - image


Madhya Pradesh Cabinet expansion : મધ્યપ્રદેશમાં ગત મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 66 બેઠકો પર જ જીતી શકી. ત્યારબાદ ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી અને રાજેન્દ્ર શુક્લા-જગદીશ દેવડાને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે હવે મધ્યપ્રદેશમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જેમાં કુલ 28 ધારાસભ્યને મંત્રી બનાવાયા છે.  28માંથી 12 OBC કોટાથી મંત્રી બન્યા છે. આ 28 મંત્રીઓમાંથી 18 કેબિનેટ મંત્રી છે, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર અને 4 રાજ્ય મંત્રી બન્યા છે. વિજયવર્ગીય, પ્રદ્યુમ્ન સિંહ તોમર, પ્રહ્લાદ સિંહ પટેલ અને વિશ્વાસ સારંગને કેબિનેટમાં જગ્યા મળી છે.

આ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા

કેબિનેટ મંત્રી

1- પ્રદ્યુમ્ન સિંહ તોમર
2- તુલસી સિલાવટ
3- એદલસિંહ કસાણા
4- નારાયણ સિંહ કુશવાહા
5- વિજય શાહ
6- રાકેશ સિંહ
7- પ્રહલાદ પટેલ
8- કૈલાશ વિજયવર્ગીય
9- કરણ સિંહ વર્મા
10- સંપતિયા ઉઈકે
11- ઉદય પ્રતાપ સિંહ
12- નિર્મલા ભુરીયા
13- વિશ્વાસ સારંગ
14- ગોવિંદ સિંહ રાજપૂત
15- ઇન્દર સિંહ પરમાર
16- નગર સિંહ ચૌહાણ
17- ચૈતન્ય કશ્યપ
18- રાકેશ શુક્લ

રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)

19- કૃષ્ણ ગૌર
20- ધર્મેન્દ્ર લોધી
21- દિલીપ જયસ્વાલ
22- ગૌતમ ટેટવાલ
23- લેખન પટેલ
24- નારાયણ પવાર

રાજ્ય મંત્રી

25- રાધા સિંહ
26- પ્રતિમા બાગરી
27- દિલીપ અહિરવાર
28- નરેન્દ્ર શિવાજી પટેલ

OBC : પ્રહ્લાદ પટેલ, કૃષ્ણ ગૌર, ઈન્દર સિંહ પરમાર, નરેન્દ્ર શિવજી પટેલ, લખન પટેલ, એંદલસિંહ કંસાના, નારાયણ સિંહ કુશવાહા, ધર્મેન્દ્ર લોધી, નારાયણ પવાર, રાવ ઉદય પ્રતાપ, ધર્મેન્દ્ર લોધી.

જનરલ : વિશ્વાસ સારંગ, રાકેશ સિંહ, ગોવિંદ સિંહ રાજપૂત, પ્રદ્યુમન સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, ચેતન્ય કશ્યપ, રાકેશ શુક્લા, હેમંત ખંડેલવાલ, દિલીપ જયસ્વાલ.

અનુસૂચિત જનજાતિ : રાધાસિંહ, સંપતિયા ઉઇકે, વિજય શાહ, નિર્મલા ભુરીયા

અનુસૂચિત જાતિ : તુલસી સિલાવત, પ્રતિમા બાગરી, ગૌતમ ટેન્ટવાલ, દિલીપ અહિરવાર.

કેબિનેટના વિસ્તરણ પર શિવરાજ સિંહે શું કહ્યું?

મધ્યપ્રદેશમાં કેબિનેટ વિસ્તાર પર પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે, જે સરકાર ગુડ ગવર્નેન્સ ડેના અવસરે સંપૂર્ણ આકાર લઈ રહી છે. તે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી મોહન યાદવની આગેવાનીમાં પોતાના તમામ સાથીઓની સાથે મુધ્યપ્રદેશને સુશાસન આપશે. મધ્યપ્રદેશને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જશે.


મોહન સરકારના મંત્રીમંડળનું થયું વિસ્તરણ, 28 ધારાસભ્ય બન્યા મંત્રી, વિજયવર્ગીય અને પ્રહ્લાદ પટેલને બનાવાયા કેબિનેટ મંત્રી 2 - image



Google NewsGoogle News