Get The App

VIDEO : હું પહેલા પણ CMનો દાવેદાર ન હતો, હજુ પણ નથી, પાર્ટી જે કહેશે, તે કરીશ : શિવરાજ

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, લોકસભા ચૂંટણીમાં 29 બેઠકો જીતીને વડાપ્રધાન મોદીને આપીશું

હું પહેલા પણ CMનો દાવેદાર ન હતો, હજુ પણ નથી, પાર્ટી જે કહેશે, તે કરીશ : શિવરાજ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
VIDEO : હું પહેલા પણ CMનો દાવેદાર ન હતો, હજુ પણ નથી, પાર્ટી જે કહેશે, તે કરીશ : શિવરાજ 1 - image

ભોપાલ, તા.05 નવેમ્બર-2023, મંગળવાર

મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં BJPની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈ અટકળોએ જોર પકડ્યું છે. મધ્યપ્રદેશનો તાજ કોના શિરે જશે, તેના પર સૌકોઈની નજર છે. રાજ્યના મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નેતાઓના નામોની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે, જોકે પાર્ટી નેતાઓથી લઈને રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, CMની રેસમાં શિવરાજ સિંહ ચૌહાણ સૌથી આગળ છે.

શિવરાજના વધુ એક નિવેદનથી રાજકારણ ગરમાયું

મુખ્યમંત્રી પદની ચર્ચાઓ વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણના વધુ એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે. શિવરાજ સિંહે આજે એક વીડિયો જારી કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં નથી. તેમણે કહ્યું કે, ‘હું અગાઉ પણ CMનો દાવેદાર ન હતો, હજુ પણ નથી. હું માત્ર પાર્ટીનો કાર્યકર્તા છું અને પાર્ટી કોઈપણ પદ કે જવાબદારી આપશે, તેને હું નિભાવીશ.’ શિવરાજે વધુમાં કહ્યું કે, મારા નેતા માત્ર વડાપ્રધાન મોદી છે, મને જે પણ કામ અપાશે, તે સારી રીતે કરીશ. મધ્યપ્રદેશમાં ભાજપને પ્રચંડ જીત મેળવી છે. રાજ્યના વિધાનસભા ચૂંટણી પરિણામોમાં બમ્પર 163 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે, તો કોંગ્રેસે 66 બેઠકો જીતી છે. 

લોકસભા ચૂંટણીમાં 29 બેઠકો જીતીને PMને આપીશું : શિવરાજ

અગાઉ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (Chief Minister Shivraj Singh Chauhan) ગઈકાલે ભોપાલના નેહરુ નગરમાં લાડલી બહેનો સાથે મુલાકાત કરી હતી. તેમણે તેમની સાથે ભોજન પણ લીધું હતું. આ દરમિયાન શિવરાજે કહ્યું કે, તેઓ દિલ્હી નહીં પણ બુધવારે છિંદવાડા જશે. તેમણે કહ્યું કે, લોકસભાની તૈયારીઓ શરૂ કરવાની છે. છિંદવાડામાં અમે સાતેય વિધાનસભા બેઠકો હારી ગયા. હવે આપણે મધ્યપ્રદેશની 29 લોકસભા બેઠકો જીતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી (PM Narendra Modi)ને આપવાની છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યની 29 લોકસભા બેઠકોમાંથી 28 પર ભાજપ અને છિંદવાડાની એક માત્ર લોકસભા બેઠક કોંગ્રેસ પાસે છે, જ્યાં કમલનાથના પુત્ર નકુલનાથ સાંસદ છે.


Google NewsGoogle News