Get The App

VIDEO: ભોપાલમાં જૂથ અથડામણ: યુવક સાથે મારામારી બાદ પથ્થરમારો, તલવારો લહેરાવાઈ, અનેક ઘાયલ

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
VIDEO: ભોપાલમાં જૂથ અથડામણ: યુવક સાથે મારામારી બાદ પથ્થરમારો, તલવારો લહેરાવાઈ, અનેક ઘાયલ 1 - image


Jahangirabad Violence : ભોપાલના જહાંગીરાબાદમાં મંગળવારે બે જૂથ વચ્ચે અથડાણ થઈ છે. અહીં પુરાની ગલ્લા મંડીમાં યુવક સાથે મારામારીની ઘટના બન્યા બાદ બે જૂથો સામ સામે આવી જઈ પથ્થરમારો કર્યો છે. આ દરમિયાન બંને તરફથી ડંડાઓ અને તલવારો પણ ઉછળી છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં લગભગ અડધો ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘરો પર પથ્થરમારો, લોકોમાં દહેશત

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થિતિને કાબુ લેવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી આશીષ ઉપાધ્યાયે કહ્યું કે, બે દિવસ પહેલા યુવકો વચ્ચે મારમારી થવાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ આ વિવાદ ઉભો થયો છે. આજે સવારે એક જૂથે ઘરો પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઉભો થયો છે. પથ્થરમારાની ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મામલો વધુ ગંભીર હોવાથી ઘટનાસ્થળને છાવણીમાં ફેરવી દેવાયું છે.

પોલીસ પહેલાથી જ તહેનાત કરાઈ હતી : DCP

ડીજીપી ઝોન-1 પ્રિયંકા શુક્લાએ કહ્યું કે, બે દિવસ પહેલા એક યુવકે ફુલસ્પીડે બાઈક ચલાવી હતી, જેના કારણે વિવાદ થયો હતો. આ મામલે જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે ત્રણ આરોપીોની ધરપકડ પણ કરવામાં આવી હતી, જ્યારે બે આરોપી ફરાર હતા. આજે ફરાર બે આરોપીને લઈને વિવાદ થયો હતો. હાલ ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ હાજર હતો. જોકે લોકોની ભીડ વધતા પોલીસે તુરંત કંટ્રોલ રૂમને જઆણ કરી. વીડિયોમાં અનેક લોકો હથિયારો સાથે જોવા મળી રહ્યા છે અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.


Google NewsGoogle News