Get The App

VIDEO: ‘મોદીનો ફોટો જોતા જ ઘરમાં...’ ભાજપની ટીકા કરતા કરતા આ શું બોલી ગયા ખડગે

મધ્યપ્રદેશમાં ખડગે અને રાહુલના મોદી-શિવરાજ પર આકરા પ્રહાર

ભાજપે શિવરાજ સિંહ ચૌહાણને સત્તા પરથી કેમ કાઢી નાખ્યા? : ખડગે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
VIDEO: ‘મોદીનો ફોટો જોતા જ ઘરમાં...’ ભાજપની ટીકા કરતા કરતા આ શું બોલી ગયા ખડગે 1 - image


Bharat Jodo Nyaya Yatra : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નેતૃત્વ હેઠળ આગળ વધી રહેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હાલ મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં છે. યાત્રા દરમિયાન કોંગ્રેસ (Congress)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ ધારી જિલ્લામાં એક જાહેરસભા સંબોધી હતી, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) પર આકરા પ્રહાર કર્યા હતા. ખડગેએ ભાષણમાં કહ્યું કે, ‘ઊઠતા જ ટીવી ઓન કરો તો મોદી દેખાય છે અને મોદીની ફોટો આવતા જ તે ઘર કંગાળ થવાનું શરૂ થઈ જાય છે.

ગરીબોના આગળ આવશે તો તેમની મુશ્કેલી પડશે : ખડગે

તેમણે કહ્યું કે, ‘તેઓ (વડાપ્રધાન મોદી) વિકાસ ઈચ્છતા નથી, ગરીબોનું ભલું પણ ઈચ્છતા નથી અને આપણા બાળકો ભણે તે પણ ઈચ્છતા નથી. કારણ કે જો ગરીબોના બાળકો ભણીગણીને આગળ આવશે તો તેમની મુશ્કેલી વધશે. તેથી તેઓ હંમેશા આપણા ગરીબો વિરુદ્ધ ડંડો ઉઠાવે છે અને જ્યારે કોંગ્રેસ પાર્ટી આગળ વધે છે, ત્યારે તેને કચડાઈ નાખવાનું કામ કરવામાં આવે છે.’

ખડગેએ પૂર્વ સીએમ પણ પણ સાધ્યુ નિશાન

તેમણે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘ભાજપના નેતાઓ જ્યારે પણ ભાષણ કરે છે, ત્યારે કોંગ્રેસ વિશે ઉલ્ટુ-સીધુ બોલે છે. થોડા દિવસો પહેલા જ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે મળીને કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે, પરંતુ એવો સવાલ થાય છે કે, ભાજપે શિવરાજ સિંહ ચૌહાણને સત્તા પરથી કેમ કાઢી નાખ્યા?’

‘ભાજપ આદિવાસીઓને વનવાસી કહે છે’

વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘BJP આદિવાસીઓને વનવાસી કહે છે. આદિવાસી અને વનવાસીમાં મોટું અંદર છે. આદિવાસીનો અર્થ એટલે તે વ્યક્તિ, જે આ જમીનો પહેલો માલિક હતો. આ લોકો તમને નહીં કહે, પરંતુ એવો સમય હતો, જ્યારે દેશમાં આદિવાસી રહેતા હતા. આદિવાસીઓ દેશના પ્રથમ વ્યક્તિ છે, પરંતુ આ લોકો તમને આદિવાસી કહેતા નથી, કારણ કે જો તેઓ તમને આદિવાસી કહેશે તો જળ, જંગલ અને જમીનનો હક આવો પડશે.’


Google NewsGoogle News