Get The App

મધ્ય પ્રદેશ: બકરી ઈદ પર બે લોકોના ઝઘડામાં બકરાનો જીવ બચી ગયો

Updated: Jul 1st, 2023


Google NewsGoogle News
મધ્ય પ્રદેશ: બકરી ઈદ પર બે લોકોના ઝઘડામાં બકરાનો જીવ બચી ગયો 1 - image

(Image Source: Freepik)

- પોલીસે બકરો સંજયને સોંપી અને બંનેને સ્પષ્ટ સૂચના આપી કે, જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી પ્રાણીને મારવું નહીં કે નુકસાન ન પહોંચાડવું

રીવા, તા. 01 જુલાઈ 2023, શનિવાર

મધ્યપ્રદેશના રીવામાંથી એક રસપ્રદ કિસ્સો આવ્યો છે. બકરી ઈદના એક દિવસ પહેલા બે લોકો વચ્ચે એક બકરાને લઈને ઝઘડો થયો અને તેઓ બકરાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. બકરાએ આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી પડી. તેનો ફાયદો બકરાને એ થયો કે, તે બકરી ઈદ પર કુરબાન થવાથી બચી ગયો.

બંને શખ્સ દાવો કરી રહ્યા હતા કે, બકરો તેમનો જ છે. એક દિવસ બાદ જ બકરાની કુરબાનીનો નંબર હતો જેના કારણે કોઈ પણ મામલામાં ઢીલ મૂકવા તૈયાર નહોતું અને બકરાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ઉકેલ ન આવતાં બકરાને પોલીસ સ્ટેશનમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

સંજય ખાન અને શાહરૂખ ખાન નામના બે વ્યક્તિ બકરો લઈને પોલીસ પાસે આવ્યા હતા. બંનેએ દાવો કર્યો કે, બકરો તેમનો છે. સંજયે કહ્યું કે તેણે બકરાને પાળ્યો હતો પરંતુ 6 મહિના પહેલા તે ગુમ થઈ ગયો હતો. બીજી તરફ શાહરૂખનું કહેવું છે કે, તેણે તાજેતરમાં જ આ બકરો 15ન હજાર રૂપિયામાં ખરીદ્યો છે.

શર્માના જણાવ્યા પ્રમાણે બંને વ્યક્તિ બકરા વિશે દાવો કરી રહ્યા હતા ત્યારબાદ બકરાને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે બકરા તપાસનો ભાગ છે તેથી તેને નુકસાન પહોંચાડી શકાય નહીં. બંનેને તેમના દાવાની તરફેણમાં પુરાવા લાવવા માટે કહેવામાં આવ્યું હતું.

બીજા દિવસે બંને પુરાવા સાથે પહોંચ્યા પરંતુ મામલો ઉકેલવાને બદલે વધુ જટિલ બની ગયો. સંજય અને શાહરૂખ બકરાની તસવીર લઈને પહોંચ્યા હતા. બંને ફોટોગ્રાફ એક સરખા હતા જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો હતો.

મામલાનો ઉકેલા ન આવતા બકરાને પોલીસ સ્ટેશનમાં રાખવો મુશ્કેલ બન્યુ હતું. આ પછી પોલીસે નક્કી કર્યું કે જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી બકરાને ત્રીજા વ્યક્તિ પાસે સુરક્ષિત રાખવામાં આવે. વિસ્તારના કાઉન્સિલરને બોલાવવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં બંનેએ સંમતિ આપી હતી કે, જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી બકરાને સંજય પાસે રાખી શકાય છે.

પોલીસે બકરો સંજયને સોંપી અને બંનેને સ્પષ્ટ સૂચના આપી કે, જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી પ્રાણીને મારવું નહીં કે નુકસાન ન પહોંચાડવું. બંને લેખિતમાં આ માટે સંમત થયા હતા. ઘરે ગયા બાદ સંજયે બકરાની તસવીરો પોલીસને મોકલી અને તે સ્વસ્થ હોવાની માહિતી આપી હતી. અત્યારે આ લડાઈનો ફાયદો બકરાને થયો અને તેને જીવન મળ્યું છે.


Google NewsGoogle News