રોલ્સ રોઈસ, પોર્શ, આઈ.ટી. વિભાગની રેઈડમાં મળી આવી લકઝીકારો : કિંમત જાણી હોંશ ઊડી જશે

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
રોલ્સ રોઈસ, પોર્શ, આઈ.ટી. વિભાગની રેઈડમાં મળી આવી લકઝીકારો : કિંમત જાણી હોંશ ઊડી જશે 1 - image


- ઉ.પ્ર.ની બંસીધર-ટોબેકો કંપનીના માલિકનાં કાનપુર, દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત 20 સ્થળોએ દરોડા પાડયા, તેમાં કરોડો રૂપિયા, સોનું પણ મળી આવ્યું

નવીદિલ્હી : એક તમાકુ કંપની ઉપર આઇટી વિભાગે દિલ્હી અને ઉ.પ્ર. સહિત પાંચ રાજ્યોમાં દરોડા પાડયા હતા. દિલ્હીમાં વસંત-વિહારમાં રહેતા તે તમાકુ કંપનીના માલિક અને અધિકારીઓનાં વિવિધ સ્થળોએ દરોડા પાડયા ત્યારે ૫૦ કરોડથી પણ વધુ કિંમતની લકઝરી કારો મળી આવી હતી. જેમાં રોલ્સ-રોઈસ, પોર્શ, લેમ્બોર્ગિની જેવી કારો સામેલ છે. અને તે દરેક ઉપર નંબર પ્લેટ ૪૦૧૮ જોવા મળી હતી.

આ દરોડા દરમિયાન કંપની દ્વારા નાણાંકીય હેરફેરની પણ માહિતી મળી આવી છે. દિલ્હીમાં દરોડા પાડયા પછી તુર્તજ કાનપુર, મુંબઈ અને ગુજરાત સ્થિત તે કંપનીનાં સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. તેમાં મળેલા દસ્તાવેજો ઉપરથી ઇન્કમટેક્ષ વિભાગને જાણવા મળ્યું કે કંપનીએ રીટર્નમાં દર્શાવેલાં વાર્ષિક ટર્નઓવર કરતાં ખરેખરૃં ટર્નઓવર ઘણું વધુ હતું.

આ દરોડામાં ૧૫-૨૦ ટીમોએ એકી સાથે કામ કર્યું અને બંસીધર ટોબેકો કંપનીની ૫૦ કરોડથી પણ વધુ કિંમતની કારો મળી આવી તે પૈકી એક તો રોલ્સ-રોઈસ-ફેન્ટમ પણ છે. જેની કિંમત ૧૬ કરોડ રૂપિયા જેટલી છે. આ ગાડી દિલ્હીના પોશ-એરિયા વસંત-વિહારમાં શિવમ્ મિશ્રાનાં ઘરમાંથી મળી આવી.

આઇ.ટી. વિભાગે આ લકઝરી કારો ઉપરાંત દરોડા દરમિયાન સાડાચાર કરોડ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે. સાથે મહત્ત્વના દસ્તાવેજો પણ પ્રાપ્ત કર્યા છે.

આ દરોડામાં તે પણ જાણવા મળ્યું કે તે કંપનીએ જી.એસ.ટી.ના નિયમોનો પણ ભંગ કર્યો છે.

વાસ્તવમાં બંસીધર તમાંકુ પ્રાઈવેટ લિમિટેડ આ ઉદ્યોગથી એક બહુ મોટી કંપની ગણાય છે. પાન-મસાલા વેચનાર અનેક હોલસેલર્સને તે તમાકુ સપ્લાય કરે છે. આ સમગ્ર તપાસ તમાકુના માતબર વેપારી કે. કે. મિશ્રાની ફરતી ઘૂમે છે.

ગુરૂવારે શરૂ થયેલા આ દરોડા આજે શુક્રવારે પણ ચાલી રહ્યાં છે. આઈ.ટી. વિભાગને ઈનપુટ મળ્યા જ હતા કે કરોડો રૂપિયાની ટેક્ષ ચોરી થઈ રહી છે. ગુરૂવારે બપોરે દોઢવાગે આઇટી અધિકારીઓ કાનપુરના નવા ગંજ પહોંચ્યા. રેઈડ શરૂ થતાં હડકંપ મચી ગયો. અધિકારીઓએ, કર્મચારીઓના મોબાઈલ ફોન લઈ લીધા સામાન્ય ફોન ઓફ ધ ડેડ કરી દીધા આજે શુક્રવારે ચાલુ રહેલા દરોડા પરથી જાણવા મળ્યું છે કે કંપનીનું ટર્નઓવર તો અનેકગણું છે પરંતુ તે દેખાડે છે ઘણું ઓછું માલિકના ઘરેથી લાખ્ખો રૃા.નું સોનું પણ મળી આવ્યું છે.


Google NewsGoogle News