Get The App

માથામાં ગોળી વાગતાં ઘરમાં ઢળી પડ્યાં AAPના ધારાસભ્ય, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
માથામાં ગોળી વાગતાં ઘરમાં  ઢળી પડ્યાં AAPના ધારાસભ્ય, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? 1 - image


AAP MLA Gurpreet Bassi Gogi Died | પંજાબના લુધિયાણાથી આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથામાં ગોળી વાગવાથી મૃત્યુ થયું. ગોગી લુધિયાણા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી AAPના ધારાસભ્ય હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળી વાગ્યા બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ હોસ્પિટલમાં તેમની તપાસ  બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. 



ક્યારે બની ઘટના? 

આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી. માહિતી મુજબ ગોળી ગોગીના માથામાં વાગી હતી. ફાયરિંગનો અવાજ સંભળાતા જ ઘરમાં અરાજકતા ફેલાઈ. જ્યારે પરિવારના સભ્યો રૂમમાં ગયા અને જોયું ત્યારે તે લોહીથી લથબથ હાલતમાં પડ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ લઈ  દોડ્યા હતા. 

પોલીસે શું કહ્યું? 

લુધિયાણાના ડીસીપી જસકરણ સિંહ તેજાએ જણાવ્યું હતું કે, પરિવાર અને ઘરમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, ગુરપ્રીત ગોગીનું મૃત્યુ માથામાં ગોળી લાગવાથી થયું હતું. હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને ડીએમસી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. શનિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.



માથામાં ગોળી વાગતાં ઘરમાં  ઢળી પડ્યાં AAPના ધારાસભ્ય, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? 2 - image




Google NewsGoogle News