લખનૌ: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે પોસ્ટર વોર શરૂ, હવે કોંગ્રેસે રાહુલ ગાંધીને ભાવિ PM દર્શાવતા બેનર લગાવ્યા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
લખનૌ: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે પોસ્ટર વોર શરૂ, હવે કોંગ્રેસે રાહુલ ગાંધીને ભાવિ PM દર્શાવતા બેનર લગાવ્યા 1 - image

Image Source: Twitter

- કોંગ્રસ પાર્ટીએ આ પોસ્ટર પર સોનિયા ગાંધી અને કોંગ્રસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તસવીર પણ લગાવી

લખનૌ, તા. 26 ઓક્ટોબર 2023, ગુરૂવાર

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનમાં કોંગ્રસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે છેડાયેલી જંગ હજુ પણ ચર્ચામાં છે પરંતુ આ વચ્ચે ભાવિ વડાપ્રધાન અંગે બંને પક્ષોમાં વાર પલટવાર શરૂ થઈ ગયો છે. બંને પાર્ટી વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે. થોડા દિવસો પહેલા લખનૌના રસ્તાઓ પર સમાજવાદી પાર્ટીના પોસ્ટર પર અખિલેશ યાદવને ભાવિ વડાપ્રધાન તરીકે દર્શાવ્યા હતા. પરંતુ હવે કોંગ્રસ પાર્ટીનું એક એવું પોસ્ટર આવ્યું જેમાં રાહુલ ગાંધીને ભાવિ પીએમ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

લખનૌના રસ્તાઓ પર એક હોર્ડિંગ લગાવવામાં આવ્યુ છે જેમાં રાહુલ ગાંધી અને અજય રાય બંનેને એક સાથે બતાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ પર લખવામાં આવ્યું છે- 2024માં રાહુલ, 2027માં રાય. દેશ-પ્રદેશ બોલ રહા હૈ હાથ કે સાથ આયે. હોર્ડિંગમાં જમણી બાજુ સૌથી નીચે જે વ્યક્તિનું નામ અને તસવીર છે તે નિશાંત સિંહ નિતિન છે. આ હોર્ડિંગ પ્રમાણે નિશાંત સિંહ નિતિન એક કાર્યકર્તા છે અને આ હોર્ડિંગ તેમના તરફથી જ લગાવવામાં આવ્યા છે. 

પોસ્ટરનો શું છે ઈશારો?

કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવેલા આ હોર્ડિંગ પર બીજી પણ અનેક બાબતો લખવામાં આવી છે. જેમ કે MSP, OPS, ખેડૂતોને રોજગાર, વૃદ્ધાવસ્થા પેન્શન, જાતિગત વસતી ગણતરી અને મહિલા અનામતનો તાત્કાલિક અમલ. કોંગ્રેસ પાર્ટીનું આ પોસ્ટર આ મુદ્દાઓ તરફ ઈશારો કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશ હોય કે કર્ણાટક કોંગ્રેસ પાર્ટીએ આમાંના ઘણા મુદ્દાઓ પર વિધાનસભાની ચૂંટણી જીતી છે અને પાર્ટીના આ મુદ્દાઓ આગામી વિધાનસભા ચૂંટણી અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ રહેશે. એટલા માટે તેમને આ પોસ્ટર પર સ્થાન આપવામાં આવ્યું છે.

કોંગ્રસ પાર્ટીએ આ પોસ્ટર પર સોનિયા ગાંધી અને કોંગ્રસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તસવીર પણ લગાવી છે.

સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવને બનાવ્યા ભાવિ PM

આ અગાઉ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવના જન્મદિવસના અવસર પર લખનૌના રસ્તાઓ પર તેમને પણ ભાવિ પીએમ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર પાર્ટી નેતા ફખરુલ હસન ચાંદે લગાવ્યુ હતું. પોસ્ટર લખનૌમાં પાર્ટી ઓફિસની સામે લગાવ્યુ હતું. તેના પર લખ્યુ હતું- બદલા હૈ દેશ, બદલેંગે દેશ. તેમને દેશના ભાવિ વડાપ્રધાન લખીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.


Google NewsGoogle News