અયોધ્યા જતા યાત્રાળુઓને રેલવેએ આપ્યો ઝટકો, કેટલીક ટ્રેનો રદ્દ કરી ,જુઓ યાદી

16 થી 24 દરમિયાન રદ્દ કરવામાં અયોધ્યા તરફ જતી ટ્રેનોમાં વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
અયોધ્યા જતા યાત્રાળુઓને રેલવેએ આપ્યો ઝટકો, કેટલીક ટ્રેનો રદ્દ કરી ,જુઓ યાદી 1 - image

તા. 12 જાન્યુઆરી 2023, શુક્રવાર

Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. જેમાં 84 સેકન્ડના બ્રહ્મમુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અથવા તે પહેલા જે લોકો અયોધ્યા  જવાનો પ્લાન કરી રહ્યા છે તેમને રેલવેએ મોટો ઝટકો આપ્યો છે. ઉત્તર રેલવેએ 16 થી 24 દરમિયાન અયોધ્યા જનારી મુખ્ય દરેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. જેથી યાત્રાળુઓને અનેક પ્રકારની પરેશાની વેઠવાનો વારો આવશે.

16 થી 24 દરમિયાન રદ્દ કરવામાં અયોધ્યા તરફ જતી ટ્રેનોમાં વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ

ઉત્તર રેલવે દ્વારા આગામી 16 થી 24 દરમિયાન જનારી મુખ્ય જે ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે તેની એક યાદી જાહેર કરવામાં આવી છે. જેથી કરીને યાત્રાળુઓ તેમની યાત્રા શરુ કરે તે પહેલા આ યાદી એક વાર અવશ્ય ચેક કરી લે જેથી કરીને તેમને મુસાફરીમાં કોઈ તકલીફનો સામનો ન કરવો પડે. તા. 16 થી 24 દરમિયાન અયોધ્યા તરફ જનારી જે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તેમા વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા તરફ જતી ટ્રેનો રદ્દ કરવાથી યાત્રાળું ઘણા નારાજ થયા છે. 

આ મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે

⦁ ટ્રેન નંબર 22426 આનંદ વિહાર ટર્મિનલ-અયોધ્યા કેન્ટ જં. વંદે ભારત એક્સ. 16/01/24 થી 22/01/24 સુધી રદ કરવામાં આવી.

⦁ ટ્રેન નંબર 22425 અયોધ્યા કેન્ટ જં. -આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસ. 16/01/24 થી 22/01/24 રદ કરવામાં આવી.

⦁ ટ્રેન નંબર 04203 અયોધ્યા કેન્ટ જં. -લખનૌ મેલ એક્સ. 16/01/24 થી 22/01/24 સુધી રદ કરવામાં આવશે

⦁ ટ્રેન નંબર 04204 લખનૌ - અયોધ્યા કેન્ટ જં. લખનઉ મેઇલ Ex.16/01/24 થી 22/01/24 સુધી રદ કરવામાં આવી.

⦁ ટ્રેન નંબર 04241 મનકાપુર જં. -અયોધ્યા કેન્ટ. જંકશન. સ્પેશિયલ  14/01/24 થી 22/01/24 સુધી રદ કરવામાં આવી.

⦁ ટ્રેન નંબર 04242 અયોધ્યા કેન્ટ જં. -મનકાપુર જંકશન સ્પેશિયલ. તા. 14/01/24 થી 22/01/24 સુધી સ્પેશિયલ ચાલશે નહીં

⦁ ટ્રેન નંબર 04257 માનકાપુર જં. -અયોધ્યા ધામ એક્સ. સ્પેશિયલ તા.  14/01/24 થી 22/01/24 સુધી ખાસ રદ કરવામાં આવશે

⦁ ટ્રેન નંબર 04258 અયોધ્યા ધામ - મનકાપુર જં. ખાસ રદ કરેલ છે અને 14/01/24 થી 22/01/24 સુધી ચાલશે નહીં.

⦁ ટ્રેન નંબર 04259 મનકાપુર જં. -અયોધ્યા ધામ, એક્સ. સ્પેશિયલ તા. 14/01/24 થી 22/01/24 સુધી ચાલશે નહીં.

⦁ ટ્રેન નંબર 04260 અયોધ્યા ધામ - માનકાપુર જંકશન.એક્સ. સ્પેશિયલ તા.  14/01/24 થી 22/01/24 સુધી ખાસ રદ કરવામાં આવેલ છે.



Google NewsGoogle News