લખનઉ એરપોર્ટ પર યુનિફોર્મમાં ફરતો CISFનો ફેક કર્મચારી પકડાયો, નકલી ઓળખપત્રો કબજે લેવાયા

આરોપીની ઓળખ સચિન કુમાર રાઠોડ તરીકે થઈ

શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી અસલ CISFના કર્મચારીઓએ પકડી લીધો

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
લખનઉ એરપોર્ટ પર યુનિફોર્મમાં ફરતો CISFનો ફેક કર્મચારી પકડાયો, નકલી ઓળખપત્રો કબજે લેવાયા 1 - image

image : Envato 


લખનઉ એરપોર્ટ (lucknow airport) પર CISFનો યુનિફોર્મ (Fake CISF constable) પહેરીને ફરતો એક યુવક ઝડપાયો છે. આ યુવક CISFનો કર્મચારી બનીને ફરી રહ્યો હતો. આરોપી યુવકની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી CISFના કર્મચારીઓએ જ તેની ધરપકડ કરી લીધી હતી અને પૂછપરછ કરી તેને સરોજિની નગર પોલીસને (uttarpradesh police) સોંપી દીધો હતો. 

સચિન કુમાર તરીકે ઓળખ થઈ 

આરોપી યુવકની ઓળખ સચિન કુમાર રાઠોર (sachin kumar rathor) તરીકે થઇ હતી. તે હરદોઈ જિલ્લાનો રહેવાની હોવાનો ખુલાસો થયો છે. માહિતી અનુસાર બપોરના અઢી વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિ, સીઆઈએસએફના એએસઆઈનું યુનિફોર્મ પહેરી ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલ એલાઈટિંગ પોઈન્ટની આજુબાજુ અને સિટી સાઈડ એરિયામાં ફરતો હોવાની માહિતી મળી હતી. તેના પર શંકા થતાં અસલ સીઆઈએએસએફના સ્ટાફે તેની પૂછપરછ કરી એટલે તે ગભરાઈ ગયો હતો. ત્યારબાદ તેને પકડીને પોલીસને હવાલે કરી દેવાયો. તેની પાસેથી એએસઆઈ પદના બે ફેક આઈડી મળી આવ્યા હતા. તેના પર સચિન કુમાર રાઠોડ ઉપ નિરીક્ષક લખેલું હતું. 

લખનઉ એરપોર્ટ પર યુનિફોર્મમાં ફરતો CISFનો ફેક કર્મચારી પકડાયો, નકલી ઓળખપત્રો કબજે લેવાયા 2 - image


Google NewsGoogle News