Get The App

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: સરકારે બદલ્યા LTCના નિયમ, જાણો કોને મળશે લાભ

Updated: Sep 23rd, 2024

GS TEAM


Google News
Google News
LTC Rules


LTC rules changed for these central government employees: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે એર ટ્રાવેલમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, જો સરકારી કર્મચારી 25 સપ્ટેમ્બર, 2026 સુધઈ નોર્થ-ઈસ્ટ રિઝન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને આંદામાન અને નિકોબાર ટાપુની મુસાફરી કરે છે, તો તેને હવાઈ મુસાફરીમાં છૂટ મળશે. હવાઈ મુસાફરીમાં આ છૂટ સાથે, સરકારી કર્મચારીઓને આ વિસ્તારોમાં હવાઈ મુસાફરી માટે લીવ ટ્રાવેલ ક્નસેશન (LTC)નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

LTC માટે પાત્રતા

નવા નિયમો હેઠળ, નોર્થ ઈસ્ટ રિજન, આંદામાન અને નિકોબાર, જમ્મુ અને કાશ્મીર અથવા લદ્દાખના કોઈપણ સ્થળે મુસાફરી કરતાં તમામ પાત્ર સરકારી કર્મચારીઓ ચાર વર્ષના બ્લોક સમયગાળા દરમિયાન 'હોમ ટાઉન એલટીસી' મેળવી શકે છે. આ સુવિધાની ઉપલબ્ધતા આ વિસ્તારોમાં મુસાફરી માટે વધુ સુગમતા પ્રદાન કરશે કારણ કે આ વિસ્તારોમાં પહોંચવું સામાન્ય કરતાં થોડુ મુશ્કેલ છે.

હોમ ટાઉન એલટીસી સ્થિતિ

જે સરકારી કર્મચારીઓની પોસ્ટિંગ અને હોમ ટાઉન એક જ જગ્યાએ છે તેમને હોમ ટાઉન એલટીસી બદલવાની મંજૂરી નથી. નવા ફેરફાર દ્વારા, સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લાભો એવા લોકો સુધી પહોંચે જેમને વાસ્તવમાં આ સુવિધાની જરૂર છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમ બનાવી શકે છે માલામાલ, પાંચ વર્ષના રોકાણ પર 50 ટકા સુધી રિટર્ન

નવી ભરતી માટે વિશેષ જોગવાઈઓ

સરકારી સેવામાં નવા કર્મચારીઓને આંદામાન અને નિકોબાર ટાપુ, જમ્મુ અને કાશ્મીર, નોર્થ-ઈસ્ટમાં મુસાફરી માટે ચાર વર્ષના સમયગાળા દરમિયાન તેમના ત્રણ હોમ ટાઉન LTCમાંથી એકને કન્વર્ટ કરવાની તક આપવામાં આવી છે. વધુમાં, તેઓ ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર અથવા લદ્દાખની મુસાફરી માટે કન્વર્ઝન કરી શકે છે.

હવાઈ મુસાફરી માર્ગદર્શિકા

સરકારી કર્મચારીઓ કે જેઓ હવાઈ મુસાફરી માટે હકદાર છે તેઓ તેમના હેડક્વાર્ટરથી તેમની પ્લેનની ટિકિટ બુક કરાવી શકે છે. જ્યારે જે કર્મચારીઓ હકદાર નથી, તેઓ તેમની પસંદગીના રૂટ પર ઈકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરી શકે છે.

બુકિંગનો સમય

કર્મચારીઓ એર ટિકિટ બુક કરાવવા માટે અમુક ખાસ નિયમોનું પાલન કરવુ પડશે. જેમાં ઓથોરાઈઝ્ડ ટ્રાવેલ એજન્ટ પાસેથી બુકિંગ ટાઈમ, ઉપલબ્ધ ભાડું, અને વળતર સામેલ છે.

દુરૂપયોગ પર દેખરેખ

એલટીસી કાયદાનો દુરૂપયોગ કરી રહેલા લોકો પર દેખરેખ કરવામાં આવશે. મંત્રાલયો અને વિભાગોમાં કર્મચારીઓ દ્વારા ક્લેમ કરવામાં આવતી રકમની તુલનાએ વાસ્તવિક ખર્ચનો તાળો પણ મેળવવામાં આવશે. આ આદેશો ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના કર્મચારીઓને પણ લાગુ પડે છે, જેઓ ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ સાથે ભલામણ કરીને બંધારણની કલમ 148(5) હેઠળ પાલનની ખાતરી કરે છે.

સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર: સરકારે બદલ્યા LTCના નિયમ, જાણો કોને મળશે લાભ 2 - image

Tags :