LPG સિલિન્ડરની કિંમત 3530, કોમર્શિયલના 13400! કંગાળ પાકિસ્તાનની જનતા મોંઘવારી સામે ઝઝૂમવા મજબૂર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
LPG સિલિન્ડરની કિંમત 3530, કોમર્શિયલના 13400! કંગાળ પાકિસ્તાનની જનતા મોંઘવારી સામે ઝઝૂમવા મજબૂર 1 - image


Image: Freepik 

LPG Price: પાકિસ્તાન આ દિવસોમાં ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. અહીં દરેક વસ્તુના ભાવ આસમાને છે. લોટ અને દાળની કિંમત પણ એટલી વધી ગઈ છે કે, સામાન્ય માણસ અનાજના એક એક દાણા માટે તરસી રહ્યું છે. હાલમાં પાકિસ્તાનમાં રોજબરોજની વસ્તુઓના ભાવ એટલા વધી ગયા છે કે,ત્યાંના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

પાકિસ્તાનમાં લોટ, દાળ, તેલ, ખાંડ, દૂધ અને શાકભાજીના ભાવ આસમાને છે. આ સાથે પાકિસ્તાનમાં ગેસના ભાવ પણ આસમાને છે.

ભારતમાં 14 લીટરનો ગેસ સિલિન્ડર 800થી 900 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યો છે. જ્યારે પાકિસ્તાનમાં 12 લીટરનો ગેસ સિલિન્ડર 3530 પાકિસ્તાની રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

The Price Index.pk ના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ 2024માં પાકિસ્તાનમાં એક કિલો LPGની કિંમત 300 રૂપિયા છે. જ્યારે 12 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 3530 પાકિસ્તાની રૂપિયા છે.

જો પાકિસ્તાનમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો, ત્યાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 13,400 પાકિસ્તાની રૂપિયા છે. જો કે, આ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 45.5 કિલો LPG ગેસ હોય છે. 

પાકિસ્તાનમાં સ્થિતિ એટલી ખરાબ છે કે, ત્યાંના કેટલાક વિસ્તારોમાં લોકો પાસે લોખંડના ગેસ સિલિન્ડર પણ નથી. આ વિસ્તારોમાં લોકો પ્લાસ્ટિકના પાતળા પટલમાં એક કિલો કે બે કિલો ગેસ ભરીને ઘરે લઈ જાય છે. નિષ્ણાતોના મતે, આ ખૂબ જ ઘાતક હોઈ શકે છે. થોડી બેદરકારી આવા સિલિન્ડરને બોમ્બ શેલમાં ફેરવી શકે છે. 


Google NewsGoogle News