Get The App

5 રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાં જ મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં ઝિંકાયો વધારો

આ વખતે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ વધ્યાં

ઘરેલુ રાંધણ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર નહીં

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
5 રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાં જ મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં ઝિંકાયો વધારો 1 - image


LPG Price Hike: દેશના 5 રાજ્યોમાં ગઈકાલે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને હવે પરિણામની જ રાહ જોવાઈ રહી છે ત્યારે આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર થયો છે અને તેની કિંમતમાં 21 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. 

ભાવમાં કેટલો ફેર પડ્યો? 

આજથી તમારે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ગયા મહિને એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી. જ્યારે બીજી બાજુ રાહતના સમાચાર એ છે કે સબસિડીવાળા 14.2 કિગ્રા ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. 

કયા શહેરમાં કેટલી વધી કિંમત? 

આજથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો કર્યો છે તેના પર એક નજર કરીએ. આજથી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 1796.50, કોલકાતામાં 1908, મુંબઈમાં રૂ. 1749.00 તથા ચેન્નઈમાં રૂ. 1968.50 થઈ ચૂકી છે. ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1 નવેમ્બરે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. 

5 રાજ્યોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાં જ મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં ઝિંકાયો વધારો 2 - image


Google NewsGoogle News