સતત બીજા મહિને મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો ઝીંકાયો

અગાઉ બજેટથી પહેલાં 14 રૂપિયાનો વધારો કરાયો હતો

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
સતત બીજા મહિને મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો ઝીંકાયો 1 - image


LPG Cylinder Price Hike : માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને મહિનાના પહેલા દિવસે એટલે કે 1લી માર્ચે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમતમાં 25 રૂપિયાનો વધારો ઝિંકાયો છે. જ્યારે મુંબઈમાં તે 26 રૂપિયા સુધી મોંઘો થયો છે. 

19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો 

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરીને મોંઘવારીને આંચકો આપ્યો છે. ગયા મહિને બજેટના દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ તેમાં 14 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બદલાયેલા દરો IOCLની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા હતા, જે આજથી એટલે કે 1 માર્ચ, 2024થી લાગુ થશે.

ક્યાં કેટલાનું મળશે નવું સિલિન્ડર 

નવા દર અનુસાર રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1795 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે કોલકાતામાં આ સિલિન્ડર હવે 1911 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 1749 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ચેન્નાઈમાં તે વધીને 1960.50 રૂપિયા થઈ ગયો છે.

સતત બીજા મહિને મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો ઝીંકાયો 2 - image



Google NewsGoogle News