Get The App

કોમર્શિયલ LPG ગેસના ભાવમાં મોટી રાહત, પ્રતિ સિલિન્ડર રૂ.39.50 સસ્તું થયું, જાણો નવી કિંમત

એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો

આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
કોમર્શિયલ LPG ગેસના ભાવમાં મોટી રાહત, પ્રતિ સિલિન્ડર રૂ.39.50 સસ્તું થયું, જાણો નવી કિંમત 1 - image


LPG Cylinder Price | એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો છે. આજે 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે. 

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કેટલો થયો ફેરફાર? 

માહિતી અનુસાર ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તેને યથાવત્ રખાયા છે. આજથી દિલ્હીમાં ઈન્ડેન કોમર્શિયલ સિલિન્ડર 1757 રૂપિયામાં મળશે. અગાઉ તેની કિંમત 1796.50 રૂપિયા હતી . જે કોલકાતામાં 19 કિલોવાળું આ સિલિન્ડર 1868.50 રૂપિયામાં મળશે. એક ડિસેમ્બરથી ગઈકાલ સુધી તેનો ભાવ 1908 રૂપિયા હતો. ઉલ્લેખનીય છે કે એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ 16 નવેમ્બરે કડવાચૌથના દિવસે 19 કિલોવાળા સિલિન્ડરમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝિંકાયો હતો. જોકે એલપીજી સિલિન્ડરના ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડાના અહેવાલ નથી. 

કોમર્શિયલ LPG ગેસના ભાવમાં મોટી રાહત, પ્રતિ સિલિન્ડર રૂ.39.50 સસ્તું થયું, જાણો નવી કિંમત 2 - image


Google NewsGoogle News