Get The App

નવા વર્ષના પ્રથમ દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો ક્યાં કેટલું સસ્તું

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
નવા વર્ષના પ્રથમ દિવસે મોટી રાહત, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો ક્યાં કેટલું સસ્તું 1 - image


New Year 2025, LPG Price Cut : દેશભરના નાગરિકોએ આતશબાજી સાથે વર્ષ 2024ને અલવિદા કહી, 2025નું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું છે. આ સાથે નવા વર્ષના પ્રથમ દિવસે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઓઈલ એન્ડ ગેસ માર્કેટિંગ કંપનીઓએ પહેલી જાન્યુઆરી-2025થી LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો (LPG Cylinder Price Cut) કર્યો છે.

કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટી

કંપનીની જાહેરાત મુજબ દિલ્હીથી મુંબઈ સુધી LPG સિલિન્ડરોના ભાવમાં 14થી 16 રૂપિયાનો ઘટાડો થયો છે. જોકે કંપનીઓએ માત્ર 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જ ઘટાડો કર્યો છે, જ્યારે જ્યારે નવા વર્ષમાં 14 કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે, એટલે કે તેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો : VIDEO : ભારતમાં ભવ્યાતિભવ્ય આતશબાજી સાથે 2025નું સ્વાગત, અનેક રાજ્યોમાં ઉજવણી

IOCLની વેબસાઈટ પર કિંમત ઘટાડાની સત્તાવાર જાહેરાત

પહેલી જાન્યુઆરી-2025 એટલે કે વર્ષના પ્રથમ દિવસે 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. આઈઓસીએલની વેબસાઈટ પર અપડેટ કરાયેલી કિંમતો મુજબ રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 1804 રૂપિયા થઈ ગઈ છે, આ પહેલા પહેલી ડિસેમ્બર-2024માં તેની કિંમત 1818.50 રૂપિયા હતી. આમ એક સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી સહિત અન્ય મહાનગરોમાં પણ કિંમતમાં ફેરફાર થયા છે.

મુંબઈ-કોલકાતામાં પણ ભાવ બદલાયા

દિલ્હી ઉપરાંત કોલકાતામાં 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત રૂ.1927થી ઘટીને રૂ.1911 થઈ છે. આમ અહીં 16 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં રૂ.1771ની કિંમતે મળતા સિલિન્ડરની કિંમત હવે રૂ.1756 થઈ ગઈ છે, એટલે કે અહીં 15 રૂપિયાનો ઘટાડો થયો છે. ચેન્નાઈની વાત કરીએ તો અહીં 1980.50 રૂપિયામાં મળતા સિલિન્ડરની કિંમત હવે 1966 રૂપિયા થઈ ગઈ છે.

રસોઈમાં વપરાતા LPG ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર

ઘણા લાંબા સમય બાદ 19 કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો છે. જોકે 14 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સિલિન્ડર પહેલી ઓગસ્ટથી નિર્ધારીત કરાયેલી કિંમત પર જ મળી રહ્યો છે. નવા વર્ષે પણ તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. રસોઈમાં વપરાતા LPG ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં તેની કિંમત 803 રૂપિયા, કોલકાતામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા પર સ્થિર છે.

આ પણ વાંચો : CM આતિશીનો પત્ર - ‘મંદિરો અને પૂજા સ્થળોને ન તોડો’, LGએ કહ્યું - ‘આવો કોઈ આદેશ અપાયો જ નથી’


Google NewsGoogle News