LPG ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે કામના સમાચાર: છેતરાતાં નહીં, સરકારે કરી સ્પષ્ટતા

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
LPG ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે કામના સમાચાર: છેતરાતાં નહીં, સરકારે કરી સ્પષ્ટતા 1 - image


જો તમારી પાસે પણ એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન છે, તો આ સમાચાર સાંભળીને તમને ચોક્કસ રાહત મળશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ એલપીજી કનેક્શન લેનારાઓને મોટી રાહત આપી છે.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમને માહિતી આપી છે. સતીશને એક પકત્ર દ્વારા કહ્યું હતુ કે, KYC જરૂરી છે પરંતુ આને સંબંધિત ગેસ એજન્સીઓમાં કરવાની જરૂરિયાત નિયમિત એલપીજી ગ્રાહકોને મુશ્કેલીનું કારણ બને છે.

આ પત્ર પર હરદીપ સિંહ પુરીએ જવાબ આપ્યો કે, નકલી ખાતાઓને ખતમ કરવા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નકલી બુકિંગ રોકવા માટે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) LPG ગ્રાહકો માટે eKYC લાગુ કરી રહી છે. જો કે, પુરીએ એ પણ સ્પષ્ટ કર્યું કે eKYCની પ્રક્રિયા આઠ મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે.

તેમણે કહ્યું કે, તેનો હેતુ માત્ર એ સુનિશ્ચિત કરવાનો છે કે, માત્ર અસલી ગ્રાહકોને જ LPG  સર્વિસ મળે. પ્રક્રિયા વિશે જણાવતા પુરીએ કહ્યું કે, ગેસ એજન્સીના કર્મચારી એલપીજી સિલિન્ડરની ડિલિવરી સમયે ગ્રાહકના દસ્તાવેજોની ચકાસણી કરે છે. સિલિન્ડરની ડિલિવરી કરનાર વ્યક્તિ તેના મોબાઈલ દ્વારા એક એપ દ્વારા ગ્રાહકના આધાર ક્રેડેંશિયલ્સને કેપ્ચર કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં, કસ્ટમરનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. ગ્રાહકો તેમની અનુકૂળતા મુજબ વિતરકના શોરૂમનો પણ સંપર્ક કરી શકે છે.

આ સિવાય એક વિકલ્પ પણ છે કે, કસ્ટમર ઓઈલ માર્કેટિંગ કંપનીઓની એપ ઈન્સ્ટોલ કરીને પોતાની KYC પ્રક્રિયા જાતે પૂર્ણ કરી શકે છે.

પુરીએ એમ પણ કહ્યું કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અથવા કેન્દ્ર સરકાર દ્વારા eKYC પૂર્ણ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી. કંપનીઓ દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ કામ માટે ગ્રાહકે એલપીજી ડિસ્ટ્રીબ્યુટરના શોરૂમની મુલાકાત લેવી જરૂરી નથી. તેમજ ઓઈલ કંપનીઓ ગ્રાહકોને આશ્વાસન આપવા અને કોઈ પણ વાસ્તવિક ગ્રાહકને કોઈ સમસ્યા કે અસુવિધાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે આ બાબતે સ્પષ્ટતા પણ જારી કરી રહી છે.

 


Google NewsGoogle News