‘ચૂપ, એકદમ ચૂપ...’ અદાલતમાં CJI ચંદ્રચૂડ થયા ગુસ્સે, કહ્યું- 23 વર્ષમાં આવુ ક્યારેય નથી થયું

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CJI સાથે નવાઈ પમાડતી ઘટના બની

સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું, ‘આવું 23 વર્ષમાં ક્યારે બન્યું નથી...’

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
‘ચૂપ, એકદમ ચૂપ...’ અદાલતમાં CJI ચંદ્રચૂડ થયા ગુસ્સે, કહ્યું- 23 વર્ષમાં આવુ ક્યારેય નથી થયું 1 - image


CJI Dy Chandrachud Warns Lawyer Against Raising Voice In Supreme Court : દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ સાથે સુપ્રીમ કોર્ટમાં આજે આશ્ચર્યજનક ઘટના બની છે. કોર્ટમાં અરજી પરની સુનાવણી દરમિયાન વકીલે ઉગ્ર દલીલો કરતા ચંદ્રચૂડે તેને તેની જ ભાષામાં ફટકાર લગાવી છે અને કોર્ટને ડરાવવા અને ધમકાવવાના પ્રયાસો મામલે કડક ચેતવણી આપી છે.

વકીલના ઉગ્ર દલીલથી પરેશાન થયા ચંદ્રચૂડ

વકીલે કોર્ટમાં ઉગ્ર દલીલ શરૂ કરતા ન્યાયાધીશ ચંદ્રચૂડ પરેશાન થયા હતા, તેમના ચહેરા પર પણ તણાવ હતો. તેઓ ઊંચા અવાજે સતત દલીલ કરનાર વકીલ પર ભડકી ઉઠ્યા હતા. તેમણે તુરંત વકીલને સન્માનજનક અને યોગ્ય વ્યવહાર કરવા ટોક્યો હતો. વકીલે જોર-શોરથી સીજેઆઈ સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે, ‘એક સેકન્ડ, પહેલા તમારો અવાજ ધીમો કરો. તમે ભારતની સર્વોચ્ચ અદાલતની પ્રથમ કોર્ટમાં દલીલ કરી રહ્યા છો, તમારો અવાજ ધીમો કરો, નહીં તો તમને અદાલતમાંથી બહાર કાઢી મુકીશું.’

‘આવું 23 વર્ષમાં ક્યારે બન્યું નથી’

સીજેઆઈએ વકીલની સામાન્ય કામગીરી પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, ‘તમે કોર્ટની કાર્યપ્રણાલી માટે સામાન્ય રીતે ક્યાં જાવ છો ? શું તમે દર વખતે આ રીતે ન્યાયાધીશો પર ચીસો પાડો છો ?’ દેશના મુખ્ય ન્યાયાધીશે કોર્ટરૂમમાં મર્યાદા જાળવવાના મહત્વ પર ભારપૂર્વક કહ્યું કે, ‘મહેરબાની કરીને તમે ધીમેથી બોલો. તમે એવું સમજી રહ્યા છો કે, તમે ઊંચા અવાજથી અમને ડરાવી શકો છો, તો તમે ખોટા છો. આવું 23 વર્ષમાં ક્યારે બન્યું નથી અને આવું મારી કારકિર્દીના છેલ્લા વર્ષે પણ નહીં બને.’

CJIએ વકીલને કહ્યું, ‘ચૂપ, એકદમ ચૂપ...’

ત્યારબાદ સીજેઆઈ ચંદ્રચૂડ ગુસ્સે થઈ બોલ્યા, ‘ચૂપ, એકદમ ચૂપ... અત્યારે આ કોર્ટ છોડો. તમે અમને ડરાવી શકતા નથી.’ તેમણે કડક ચેતવણી આપ્યા બાદ વકીલે તુરંત માફી માગી અને વધુ નમ્રતા સાથે દલીલો રજુ કરવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અગાઉ પણ કથિત રીતે વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે ઉગ્ર દલીલો કરતા સીજેઆઈ ગુસ્સે થયા હતા.


Google NewsGoogle News