બંગાળની ખાડીમાં હલચલ, ગુજરાત-રાજસ્થાન સહિત આ રાજ્યોમાં ધોધમાર વરસાદની IMDની આગાહી
Monsoon Update: દેશના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વીય ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય છે. જેને લઈને હવામાન વિભાગે (IMD) બિહાર, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ સર્જાતા પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમમાં એક લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની નજીકના વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે. આ લો પ્રેશર વિસ્તાર આગામી 2-3 દિવસમાં પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાંથી પસાર થતા પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં વરસાદની ગતિવિધિઓ વધશે.
આ પણ વાંચો: બિહારમાં વધુ એક બ્રિજે લીધી 'જળસમાધિ'! 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી
વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
હવામાન વિભાગની આગાહી અનુસાર, લો પ્રેશર અને ચક્રવાત પ્રણાલીની રચનાને કારણે, ઓડિશા અને કેટલાક આસપાસના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં સરકાર અને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસપાસના ભાગોમાં રહેતા લોકોને હવામાનની આગાહી સાથે અપડેટ રહેવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. જે આગામી 2થી 3 દિવસ દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. પશ્ચિમ રાજસ્થાન, તેલંગાણા અને ઓડિશામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
બીજી તરફ હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને છત્તીસગઢમાં એક-બે જગ્યાએ ભારે વરસાદની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.