એ રાજા જેને ન્હાવાથી ડર લાગતો હતો... જીવનમાં 2-3 વખત પણ સ્નાન નહોતું કર્યું!
Louis XIV: પહેલાના જમાનામાં રાજા-મહારાજાઓના ઘણા અજીબ પ્રકારના શોખ હતા. જેના વિશે આજ સુધી કોઇએ પણ જાણ્યુ નથી. આજે પણ થોડા ઘણા કિસ્સાઓ રાજાઓને લઇને પ્રચલિત છે. આવો જ એક કિસ્સો ફ્રાન્સના એક રાજાને લઇને પ્રચલિત છે.
આ રાજાનું નામ લુઇ XIV હતુ. આ રાજા સૌથી વધુ શાસન કરનારા રાજા હતા, આ રાજાએ 1643થી 1715 સુધી શાસન કર્યું. ફ્રાન્સના આ રાજાએ પોતાના જીવનમાં માત્ર 2 થી 3 વાર જ સ્નાન કર્યું હતુ. એમ કહી શકાય કે, આ રાજાએ માત્ર પોતાના શરીર પર પાણી રેડ્યુ એ પણ 2થી 3 વાર જ્યારે ડૉક્ટરોએ તેમને આમ કરવા કહ્યું.
કહેવાય છેકે, આ રાજાએ ના નાહવાનુ કારણ દરબારના કેટલાક લોકોને જણાવ્યુ હતુ. તેમનું માનવુ હતુ કે, પાણીથી બીમારી ફેલાય છે, તેથી તે પાણીથી દુર રહેતા હતા. તો અન્ય એક વાર્તા એમ પણ પ્રચલિત છેકે, રાજાને પાણીથી ડર લાગતો હતો. તેમજ રાજાને ઘણી બીમારીઓ પણ હતી. રાજાની મોતનું કારણ ગેંગ્રીનના કારણે થઇ હતી.
રાજાને બીજો અત્તર લગાવવાનો શોખ હતો. જેના કારણે તે રોજ અલગ અલગ અત્તર લગાવતા રહેતા હતા. રાજાના આ વર્સાય મહેલને સુગંધિત દરબારના રુપમાં પણ ઓળખવામાં આવતો હતો. રાજાના દરબારમાં દરેક બાજુએ અત્તરથી ભરેલા વાસણમાં ફુલો રાખવામાં આવતા હતા. જેના કારણે મહેલનું આખુ વાતાવરણ સુગંધિત રહે.