Get The App

લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિને આ પક્ષને આપ્યા રૂ. 509 કરોડ, ચૂંટણી બોન્ડનો નવો ડેટા જાહેર

ફ્યૂચર ગેમિંગનો બિઝનેસ મુખ્યત્વે દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વ ભારતમાં ફેલાયેલો છે

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિને આ પક્ષને આપ્યા રૂ. 509 કરોડ, ચૂંટણી બોન્ડનો નવો ડેટા જાહેર 1 - image


Electoral Bonds Case: સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર ચૂંટણી બોન્ડ સંબંધિત નવા ડેટા જાહેર કર્યા છે. રાજકીય પક્ષોએ આ માહિતી ચૂંટણી પંચને બંધ પરબીડિયામાં આપી હતી. પરંતુ નિયમોને કારણે તેને જાહેર કરાયું ન હતું. ચૂંટણી પંચે જાહેર કરેલા ડેટા અનુસાર, તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને ચૂંટણી બોન્ડ દ્વારા 656.5 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. આમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન્સ ફ્યુચર ગેમિંગના રૂ. 509 કરોડનો પણ સમાવેશ થાય છે.

ચૂંટણી બોન્ડથી ભાજપે સૌથી વધુ રૂ. 6986.5  કરોડ મેળવ્યા

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે કુલ રૂ. 6986.5 કરોડના ચૂંટણી બોન્ડથી મેળવ્યા. પક્ષે 2019-20માં  2555 કરોડ રૂપિયાના મહત્તમ ચૂંટણી બોન્ડ મેળવ્યા હતા. દેશની મુખ્ય વિપક્ષ કોંગ્રેસે રૂ. 1,334.35 કરોડના ચૂંટણી બોન્ડ મળ્યા. આ ઉપરાંત ઓડિશાની સત્તારૂઢ બીજુ જનતા દળે ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 944.5 કરોડ મેળવ્યા છે. જ્યારે આંધ્ર પ્રદેશની સત્તાધારી તેલુગુ દેશન પાર્ટીને 181.35 કરોડ રૂપિયા ફંડમાં મળ્યા છે.

લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિન કોણ છે?

લોટરી કિંગ તરીકે ઓળખાતા ફ્યૂચર ગેમિંગ અને હોટેલ્સના સ્થાપકનું નામ સેન્ટિયાગો માર્ટિન છે, જેને ભારતના લોટરી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કંપની હાલમાં દેશના એક ડઝનથી વધુ રાજ્યોમાં કાર્યરત છે, જ્યાં લોટરી કાયદેસર રીતે માન્ય છે. ફ્યૂચર ગેમિંગનો બિઝનેસ મુખ્યત્વે દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વ ભારતમાં ફેલાયેલો છે. દક્ષિણ ભારતમાં, કંપની માર્ટિન કર્ણાટક નામની પેટાકંપની દ્વારા કામ કરે છે, જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં તે માર્ટિન સિક્કિમ લોટરી નામની પેટા કંપની છે.

કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તે હાલમાં દેશના 13 રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં કામ કરી રહી છે. તેમની પાસે 1000થી વધુ કર્મચારીઓ છે. કંપની નાગાલેન્ડ અને સિક્કિમમાં ડિયર લોટરીની એકમાત્ર વિતરક છે.

લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિને આ પક્ષને આપ્યા રૂ. 509 કરોડ, ચૂંટણી બોન્ડનો નવો ડેટા જાહેર 2 - image


Google NewsGoogle News