Get The App

'ભગવાન શ્રીકૃષ્ણ અમારા જમાઈ હતા', જાણો કેમ આવું બોલ્યા આસામના CM હિમંતા બિસ્વા સરમા

હિમંતા બિસ્વા હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં ભાગ લેવા પહોચ્યાં હતા

ગુજરાતમાં માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્નનો મહોત્સવ ઉજવાય છે

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
'ભગવાન શ્રીકૃષ્ણ અમારા જમાઈ હતા', જાણો કેમ આવું બોલ્યા આસામના CM હિમંતા બિસ્વા સરમા 1 - image
Image Twitter 

તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર

Assam CM Himanta Biswa Sarma : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ભગવાન શ્રીકૃષ્ણને આસામના જમાઈ કહ્યા છે. આસામના CM હિમંતા બિસ્વાએ શનિવારના રોજ હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં ભાગ લેવા પહોચ્યા હતા. આ કાર્યક્રમમાં હિમંતા બિસ્વા સરમાએ કહ્યુ હતું કે ભગવાન શ્રી કૃષ્ણને અમે લોકો અમારા જમાઈ માનીએ છીએ, કારણ કે હકીકતમાં અમારી દિકરી રુક્મિણી સાથે લગ્ન કર્યા હતા. આ કારણે ભગવાન શ્રીકૃષ્ણ સાથે અમારે જમાઈ તરીકેનો સંબંધ છે. 

ગુજરાતમાં માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્નનો મહોત્સવ ઉજવાય છે

તેમણે કહ્યુ કે, ભગવાન શ્રીકૃષ્ણ સાથે અમારો લાંબા સમયથી સંબંઘ રહ્યો છે. અમે ભગવાન શ્રીકૃષ્ણને અમારા જમાઈ માનીએ છીએ.  હકીકતમાં અમારી દિકરી રુક્મિણી સાથે લગ્ન કર્યા હતા. આ કારણે ભગવાન શ્રીકૃષ્ણ સાથે અમારે જમાઈ તરીકેનો સંબંધ છે.  ગુજરાતમાં માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના લગ્નનો મહોત્સવ મનાવવામાં આવે છે.  

મથુરામાં શ્રીકૃષ્ણની જન્મભૂમિને લઈને ઘણી ચર્ચાઓ ચાલી

તેમણે કહ્યું કે, આસામમાં અમે લોકો દર વર્ષે ત્યા જઈએ છીએ. જ્યા પણ શ્રીકૃષ્ણની ચર્ચા થાય છે, ત્યા અમારી હાજરી અનિવાર્ય થઈ જાય છે. તમને જણાવી દઈએ કે, હિમંતા બિસ્વા સરમાનું આ નિવેદન રાજનીતિક દ્રષ્ટીએ ઘણુ મહત્વનું માનવામાં આવે છે, કારણે કે મથુરામાં શ્રીકૃષ્ણની જન્મભૂમિને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. 

હરિયાણાના કુરુક્ષેત્રમાં પણ ગીતા મહોત્સવનું વિશેષ આયોજન કરાયું હતુ

તમને જણાવી દઈએ કે, બીજેપી સમર્થિત સંગઠનો સમગ્ર દેશમાં ગીતા મહોત્સવનું પાલન કરાવી રહી છે. હરિયાણાના કુરુક્ષેત્રમાં પણ ગીતા મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ખાસ હાજર રહ્યા હતા અને આ દરમ્યાન તેમણે આ નિવેદન આપ્યું હતું. 


Google NewsGoogle News